GSTV

એલર્ટ/ આજે પૃથ્વી સાથે અથડાઇ શકે છે ભયંકર સૌર વાવાઝોડુ: મોબાઇલ નહીં કરે કામ, વીજળી થઇ જશે ડૂલ, આવી થશે અસર

સૌર

Last Updated on October 14, 2021 by Bansari

અમેરિકન વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે એક ભયંકર સૌર વાવાઝોડું ઝડપથી ધરતી તરફ આગળ વધી રહ્યું છે. આગામી થોડા કલાકોમાં આ વાવાઝોડું પૃથ્વી પર ત્રાટકી શકે છે. આ કારણે પાવર ગ્રિડ ઠપ્પ થઇ શકે છે અને વીજ પુરવઠો ખોરવાઈ શકે છે. આ સાથે મોબાઈલ સિગ્નલ અને જીપીએસ પણ પ્રભાવિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અવકાશમાંથી આવતી નોર્દન લાઈટ્સ અમેરિકા અને યુકેમાં પણ જોવા મળી શકે છે.

સૌર

આવી થશે અસર!

યુએસ નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશને (US agency National Oceanic and Atmospheric Administration) એક એલર્ટ જારી કર્યુ છે કે જિયોમેગ્નેટિક સ્ટોર્મથી પૃથ્વીના ઘણા ભાગોમાં વીજળી પડી શકે છે અને ઘણા સ્થળોએ મજબૂત ચુંબકીય બળનું કારણ બની શકે છે. આ પાવર ગ્રીડને પણ નુકસાન પહોંચાડી શકે છે.

સૌર

ઉપગ્રહોને પણ નુકસાન થશે

એજન્સીનું કહેવું છે કે 11 ઓક્ટોબરથી તોફાનની અસર દેખાવા લાગશે. તેની મહત્તમ અસર 13 ઓક્ટોબરે જોવા મળશે. જોકે યુએસ સ્પેસ વેધર પ્રિડીક્શન સેન્ટર (SWPC) અનુસાર, તે G2 કેટેગરીનું તોફાન છે, તે અનેક ઉપગ્રહોને પણ નુકસાન પહોંચાડી શકે છે.

સૌર

શું છે સોલર સ્ટોર્મ

પૃથ્વીની ચુંબકીય સપાટી આપણા ચુંબકીય ક્ષેત્ર દ્વારા બનાવવામાં આવી છે અને તે આપણને સૂર્યમાંથી નીકળતી ખતરનાક કિરણોથી રક્ષણ આપે છે. જ્યારે પણ કિરણ ઝડપથી પૃથ્વી તરફ આવે છે ત્યારે તે ચુંબકીય સપાટી સાથે ટકરાય છે. જો આ સોલર મેગ્નેટિક ફિલ્ડ દક્ષિણવર્તી હોય, તો તે પૃથ્વીની વિરુદ્ધ ચુંબકીય ક્ષેત્રને મળે છે. પછી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ખુલે છે અને સૌર પવનના કણો ધ્રુવો સુધી જાય છે. આને કારણે, પૃથ્વીની સપાટી પર ચુંબકીય તોફાન ઉભું થાય છે અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં તીવ્ર ઘટાડો થાય છે. તે લગભગ 6 થી 12 કલાક સુધી યથાવત રહે છે. થોડા દિવસો પછી, ચુંબકીય ક્ષેત્ર પોતે જ ઠીક થવા લાગે છે.

Read Also

Related posts

મોંઘવારી ક્યાં અટકશે? વાવાઝોડા, અતિવૃષ્ટિના કુદરતી થપાટ બાદ આર્થિક માર, રાસાયણિક ખાતરના ભાવ વધારાથી ખેડૂતો લાલઘૂમ!

pratik shah

વાયરલ પડતાલ/ બેરોજગારોને દર મહિને 3500 રૂપિયા આપી રહી છે મોદી સરકાર, જોઈ લો શું છે સત્ય હકીકત

Pravin Makwana

કેરલમાં ભારે વરસાદથી તબાહી/ 18 લોકોના મોત, 22 ગુમ, NDRFની 11 ટીમો સહિત સશસ્ત્રદળોની મદદ લેવાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!