GSTV

યોજના / રાજ્યમાં ૨.૬૬ લાખથી પણ વધારે ઘરો પર સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત, દેશમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે

Last Updated on August 4, 2021 by Dhruv Brahmbhatt

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે ચારણકા ખાતે સોલર પાર્કના ઉદ્ઘાટન વખતે વર્ષ ૨૦૧૨માં એટલે કે આજથી ૯ વર્ષ પહેલા એક સપનું સેવેલું કે મારા ગુજરાતમાં સોલર રૂફટોપ યોજના થકી મધ્યમ વર્ગના સામન્ય પરિવારો જે પોતાની જાત-મહેનતથી પોતાનું ગુજરાન ચલાવે છે તે એક દિવસ પોતાના ઘરે-ઘરે વીજળી ઉત્પન્ન કરવાના નાના-નાના કારખાનાનો માલિક બનશે.

સોલર રૂફટોપની સ્થાપિત ક્ષમતા ૧,૦૦૦ મેગાવોટથી વધુ પણ વધુ થવા પામી

ઊર્જામંત્રીએ જણાવ્યું કે, મને ખૂબ જ હર્ષ અને ગર્વથી કહેવાનું મન થાય છે કે આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયેલું આ સપનું હવે હકીકતમાં બદલાયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના કુશળ નેતૃત્વ હેઠળ ગ્રીન એનર્જીને ઉત્તેજન આપવા તથા પર્યાવરણના જતનના ભાગરુપે સૂર્ય-ગુજરાત યોજના લાગુ કરી અને તા. ૨જી ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ રાજ્યમાં રહેણાંક ક્ષેત્રના સોલર રૂફટોપની સ્થાપિત ક્ષમતા ૧,૦૦૦ મેગાવોટથી વધુ પણ વધુ થવા પામી છે. કુલ ૨.૬૬ લાખ થી વધારે ઘરો પર સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત થઇ ચુકી છે.

આ યોજના અંતર્ગત કુલ રૂ. ૧૬૪૦ કરોડની સબસીડી આપવામાં આવેલ છે. રહેણાંક ક્ષેત્રના સોલર રૂફટોપની સ્થાપિત ક્ષમતામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. સૂર્ય-ગુજરાત યોજના માટે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને અત્યાર સુધીમાં ૯૩૨ મેગાવોટની ક્ષમતા માટે રૂ. ૧૫૩૦ કરોડની સહાય પણ મંજૂર કરવામાં આવેલ છે જેમાં પણ રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે .સમગ્ર ગુજરાત રાજ્યની જનતાના ઉત્સાહ અને કંઇક નવું કરવાની ખુમારીને લઇને આપણા રાજ્યે એક ગૌરવપૂર્ણ સીમાચિહ્ન પાર પાડ્યું છે.

સબસીડીનો લાભ લઇ વધુને વધુ પરિવારો ઘર ઉપર લગાવી રહ્યાં છે સોલર રૂફટોપ સિસ્ટમ

સૂર્ય-ગુજરાત યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ૪૦% સુધીની સબસીડી આપવામાં આવે છે અને આ સબસીડીનો લાભ લઇ વધુને વધુ પરિવારો તેમના ઘર ઉપર સોલર રૂફટોપ સિસ્ટમ લગાવી રહ્યાં છે તે આપણા સૌ માટે ખૂબ ગૌરવરૂપ ઘટના છે.

ગુજરાતમાં વીજ ગ્રાહકો પોતાના ઘરવપરાશની વીજળી ઉપયોગ કરીને વધારાની વીજળી વેચી વધારાની આવક મેળવે છે. ઊર્જા મંત્રીએ ઉમેર્યું કે, ગ્રીન એનર્જી કલીન એનર્જીના નિર્માણ ક્ષેત્રે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે જેના ભાગરૂપે રાજ્યમાં કેન્દ્ર સરકારના સહયોગથી રૂફટોપ સોલાર યોજના કાર્યાન્વિત કરી છે.

રાજ્ય સરકાર દ્વારા ગ્રીડ કનેક્ટેડ રૂફટોપ સોલાર યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રોત્સાહિત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. સોલાર રૂફટોપ યોજનાનો લક્ષ્યાંક ૨૦૨૨ સુધીમાં દેશમાં ૪૦ ગીગાવોટની સ્થાપિત ક્ષમતા પ્રાપ્ત કરવાનો છે. જેમાં ગુજરાત મહત્વનો રોલ અદા કરશે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રૂફટોપ લાભાર્થીઓને યોજના અંગેની જાણકારી અને જાગૃતિ માટે તથા તેના ફાયદાઓ અંગે લોકોને માહિતગાર કરવાના સંનિષ્ઠ પ્રયાસો ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યાં છે.

READ ALSO

Related posts

માથાનો દુ:ખાવો: જાડી ચામડીના અધિકારીઓ પાસે કામ કરાવવુ નવા નિશાળીયાઓ માટે અઘરૂ, નવા મંત્રીઓની પાઠશાળા લીધી

Pravin Makwana

પ્રજા વાત્સલ્ય સેવક: નવા મુખ્યમંત્રીની સંવેદનશીલતા, CMનો કાફલો પસાર થાય ત્યારે ટ્રાફિકને વધુ સમય નહીં રોકવા સૂચના

Pravin Makwana

માસ્ટર માઇન્ડ ગુજરાતી: એક ફોન કૉલથી 4000 અમેરિકનોને બાટલીમાં ઉતારી દીધાં, આ ટ્રિકથી પડાવ્યાં અધધ 1 કરોડ ડોલર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!