GSTV

સૂર્યગ્રહણ/ 2021નું અંતિમ ખગ્રાસ સૂર્યગ્રહણ શનિવારે, જોઈ લો ભારતમાં દેખાશે કે નહીં, આ લોકો માટે ચિંતાનો વિષય

Last Updated on December 3, 2021 by Pravin Makwana

ખગ્રાસ સૂર્યગ્રહણ શનિવારે છે. સંવત ૨૦૭૮ના કારતક વદ કૃષ્ણપક્ષ અમાસના વૃશ્ચિક રાશી, જયેષ્ઠા નક્ષત્રમાં થનારું ખગ્રાસ અને ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. વર્ષ ૨૦૨૧નું આ અંતિમ ગ્રહણ છે.

આ ગ્રહણ એર્ન્ટાક્ટિકામાં ખગ્રાસ અને દક્ષિણ આફ્રિકા, દક્ષિણ એન્ટાલિકામાં ખંડગ્રાસ સ્વરૃપે જોવા મળશે. જ્યોતિષશાસ્ત્ર  પ્રમાણે  શનિ અમાવાસ્યા એ  શનિ આરાધના કરવાનો શ્રેષ્ઠ અવસર કહેવાય. શાસ્ત્રો પ્રમાણે જેમની કુંડળીમાં શનિ અશુભ હોય નીચનો  કે શત્રુ ક્ષેત્રી હોય અને પીડા આપતો હોય જેવીકે દગો ફટકો લડાઈ-ઝઘડા કોર્ટ-કચેરી નુકસાની લગ્ન વિલંબ કાર્યમાં રુકાવટ  આ સમસ્યા હોય તેને શનિની પીડા  કહેવાય તેમણે તથા જે રાશિના લોકો હાલમાં નાની-મોટી પનોતીમાંથી પસાર થઈ રહ્યા છે તેમાં મિથુન અને તુલા રાશિને અઢી વર્ષની નાની પનોતી ધન મકર અને કુંભ રાશિ ને સાડાસાતી મોટી પનોતી ચાલુ છે તેમને તો અવશ્ય શનિ અમાવસ્યા એ નિવારણ કરવું જોઈએ.

જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર શનિ રાજામાંથી રંક અને રંક માંથી રાજા પણ બનાવે છે મુખ્યત્વે પનોતી જેઓને પણ અશુભ બનતી હોય તેને પણ મુખ્યત્વે ધન નાશ,  ઘર-પરિવારમાં ક્લેસ, વેપાર-ધંધા નોકરી મા રુકાવટ કે બિમારી  સંભવી શકે. આ દિવસે  શાીય ઉપાયો કરવાથી ચોક્કસ  પીડામાંથી મુક્તિ અને રાહત મેળવી શકાય છે. સૌથી પ્રથમ આ દિવસે  ઉપવાસ કરવો એક સમય સાંજે ભોજન લેવું એમાં પણ અડદની દાળ અને રોટલી દિવસ દરમિયાન દૂધ અને ફ્ટ લઈ શકાય.ગ્રહણનો સમય

ભારતીય સમય અનુસાર ગ્રહણ સ્પર્શ સવારે ૧૦ કલાક ૫૯ મિનિટ ૧૮ સેકન્ડ, ગ્રહણ સંમિલન ૧૨ કલાક ૩૦ મિનિટ ૩૦ સેકન્ડ, ગ્રહણ મધ્ય ૧૩ કલાક ૩ મિનિટ ૨૮ સેકન્ડ, ગ્રહણ ઉન્મિલન ૧૩ કલાક ૩૬ મિનિટ ૩૯, ગ્રહણ મોક્ષ ૧૫ કલાક ૭ મિનિટ ૨૯ સેકન્ડના છે.

READ ALSO

Related posts

પૃથ્વીથી 379 પ્રકાશ વર્ષ દૂર ગુરૂ કરતાં ત્રણ ગણો મોટો ગ્રહ મળ્યો, વિજ્ઞાાનીએ વિશિષ્ટ એકઝોપ્લેનેટ શોધ્યો

Damini Patel

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ અને સૈન્ય વચ્ચે ભારે ઘર્ષણ, બે આતંકી ઠાર, સરહદેથી પાક.નો ઝંડો જપ્ત

Damini Patel

કડાકો/ ક્રીપ્ટોમાં અધધ કરોડ સાફ, ટોચની 100 કરન્સીમાંથી 94માં સાત દિવસથી સતત ઘટાડો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!