GSTV
Gujarat Government Advertisement

આ દેશમાં સૌ પ્રથમ દેખાયું સૂર્યગ્રહણ, શા માટે વૈજ્ઞાનિકોએ આપ્યું છે ‘રિંગ ઓફ ફાયરનું’ નામ ?

Last Updated on December 26, 2019 by Mayur

આજે વર્ષનું પાંચમું ગ્રહણ છે. 8.04 વાગ્યાથી અંદાજે ત્રણ કલાક સુધી સૂર્યગ્રહણ રહેશે. અને 9.20 કલાકની આસપાસ સૂર્યગ્રહણનો મધ્ય સમય રહેશે. આ ખગોળીય ઘટના વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ મહત્વની છે. જેથી અમદાવાદમાં સાયન્સ સીટી સહિત રાજ્યમાં અનેક જગ્યાએ સૂર્યગ્રહણ નિહાળવાની અને તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાના આયોજન કરાયુ છે.

નરી આંખે જોવું નથી હિતાવહ

નરી આંખે સૂર્યગ્રહણ જોવું હિતાવહ નથી. જેથી વૈજ્ઞાનિક ઉપકરણો અને લેબોરેટરી ટેસ્ટેડ ઉપકરણોથી સૂર્યગ્રહણ જોવા અપીલ કરવામાં આવી છે. કારણકે નરી આંખે ગ્રહણ જોવાથી દ્રષ્ટી જતી રહેવાનો ખતરો છે. સૂર્યગ્રહણ ખાસ પ્રકારની ફિલ્મના ચશ્મા પહેરીને જોવું હિતાવહ છે.. તો ખગોળ વૈજ્ઞાનિકો માટે પણ આ અભ્યાસનો ષય છે. ત્યારે વર્ષની આ છેલ્લી ખગોળિય ઘટનાને નિહાળવા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સૌ પ્રથમ યુએઈમાં જોવા મળ્યું

સૂર્યગ્રહણનો અદભૂત નજારો યુએઈમાં સૌપહેલાં જોવા મળ્યો હતો. વૈજ્ઞાનિકોએ જે રિંગ ઓફ ફાયરનો ઉલ્લેખ કર્યો હતો તે રિંગ ઓફ ફાયર સૌપહેલાં અબુધાબીમાં જોવા મળી હતી. દુબઈના ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ સેન્ટરથી પણ સૂર્ય ગ્રહણનો નજારો દેખાડવામાં આવ્યો હતો.

રિંગ ઓફ ફાયરનું ઉપનામ આપવામાં આવ્યું

આકાશમાં અદભૂત અલૌકિક ખગોળિય ઘટના સૂર્યગ્રહણનો પ્રારંભ થયો છે. આ વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ એક વીંટીની જેમ નજરે પડશે. ત્યારે વૈજ્ઞાનિકોએ તેને રિંગ ઓફ ફાયરનું નામ આપ્યું છે. આ ગ્રહણમાં સૂર્યનો મધ્યમ ભાગ માત્ર ગ્રહણની છાયામાં આવે છે, જ્યારે સૂર્યનો બહારનો ભાગ પ્રકાશિત રહે છે. લગભગ 3 કલાક ચાલનારું આ ગ્રહણ મુંબઈ, બેંગલૂરુ, દિલ્હી, ચેન્નાઈ, મૈસૂર, કન્યાકુમારી સહિત ભારતના અનેક શહેરોમાં જોવા મળી રહ્યું છે. ક્યાંક વાદળાઓ વચ્ચે તો કયાંય સાફ આકાશમાં સુરજ પર ગ્રહણ જોવા મળ્યું. જો કે કેરળના વાયનાડ સ્થિત કલપેટ્ટાથી સૂર્યગ્રહણનો સૌથી સારો નજારો જોવા મળી રહ્યો છે. હવે પછીનું સૂર્યગ્રહણ 21 જૂન 2020માં થશે, આ ગ્રહણ પણ ભારતમાં જોવા મળશે.

ભારતમાં બે કલાક 52 મિનિટ સુધી દેખાશે

આજે ભારત સહિત વિશ્વના અનેક દેશમાં વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ દેખાઈ રહ્યુ છે.ભારતમાં સવારે આઠ કલાક 4 મિનિટથી ગ્રહણની શરૂઆત થઈ છે. જે સવારે 10 કલાક 56 મીનિટ સુધી ચાલશે. ભારતમાં કુલ બે કલાક 52 મિનિટ સુધી ગ્રહણ દેખાવવાનુ છે. આ વખતે ખંડગ્રાસ કંકણાવૃતિ સૂર્યગ્રહણ છે.

સૂર્યગ્રહણને કારણે મંદિરોના સમયમાં ફેરફાર

માગશર કૃષ્ણપક્ષ અમાસના ધન રાશિ મૂળ નક્ષત્રમાં થનારા કંકણવૃતિ, ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાઈ રહ્યુ છે. સૂર્યગ્રહણને કારણે જ્યોર્તિલિંગ સોમનાથ, શક્તિપીઠ અંબાજી સહિતના મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. મોટાભાગના મંદિરોમાં બપોરે 12 બાદ જ દર્શન થઇ શકશે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ ગ્રહણ બાદ પવિત્ર નદીમાં સ્નાન કરવાનો મહિમા છે. તો બીજી બાજુ આ ખગોળીય ઘટના વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ મહત્વની છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નાપાક ડ્રેગનની ચાલ/ કપટી ચીને ભારતની સીમા તટે શરૂ કરી બુલેટ ટ્રેન, અરૂણાચલ પ્રદેશની બોર્ડર પર ભારતીય સૈનિકોની બાજ નજર

pratik shah

BIS Scientist Application 2021: ભારતીય માનક બ્યૂરોમાં વૈજ્ઞાનિક પદો માટે આવેદન માટેનો છે આજે છેલ્લો દિવસ, જાણો કઈ રીતે કરશો અરજી

pratik shah

રબ ને બના દી જોડી: પતિ કરતા ‘થોડી’ વધુ ઊંચી છે પત્ની તો બની ગયો વર્લ્ડ રેકોર્ડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!