GSTV

અાવતીકાલે સૂર્યગ્રહણ : સૂતક બેસી ગયા હવે અા કાર્યો ટાળો નહીં તો ઘરમાં ખોટ અાવશે

સૂર્યગ્રહણને લઇને લોકોના મગજમાં અનેક માન્યતાઅો અને વાર્તાઅો હોય છે. અા મહિનામાં બે સૂર્યગ્રહણ થવાના છે. પ્રથમ સૂર્યગ્રહણ અાવતીકાલે અને બીજું 27 જુલાઈઅે ચંન્દ્રગ્રહણ થશે. ગ્રહણનો સમય ભારતીય સમય મુજબ સવારે 7 વાગીને 18 મિનિટ 23 સેકંડથી શરૂ થશે જે 8 વાગીને 13 મિનિટ 5 સેકંડ સુધી રહેશે.  તમે આ દરમિયાન કેટલાક ઉપાયો કરીને તેનો લાભ ઉઠાવી શકો છો. વર્ષ 2018નું બીજુ સૂર્ય ગ્રહણ આવતીકાલે પડશે. ઉલ્લેખનીય છે કે સૂર્યગ્રહણના 12 કલાક પહેલા સૂતક લાગી જાય છે અને આ દરમિયાન કેટલાક કાર્યો કરવાની મનાઈ હોય છે. આ સૂર્યગ્રહણ આંશિક હશે. સૂક સમયે કઈ ચીજવસ્તુઅો કરવાથી શું ફળ મળે તેની અહીં વિગતો અપાઈ છે.

શાસ્ત્રોમાં ઉલ્લેખાયું છે. સૂતક અે અશુભ મૂહૂર્ત છે. અા સમયે કોઇ શુભ કાર્યો કરવા ન જોઈઅે. અા સિવાય ભગવાનની પૂજા પણ અા સમયે ટાળવી જોઈઅે. ધાર્મિક નિયમો અનુસાર 12 કલાક પહેલાં જ સૂતક લાગુ પડી જતા હોય છે.

ગ્રહણ સમયે શું કરવું જોઇઅે

  • ગ્રહણ ચાલુ થાય ત્યારથી લઇને પુરૂ થાય ત્યાં સુધી મંત્રોના જાપ અે પૂજા પાઠ કરવું અે અશુભ ગણાય છે.
  • સૂતકનો સમય પૂરો થઈ ગયા બાદ સ્નાન કરીને ચોખ્ખા વસ્ત્રો પહેરીને ઘરની તમામ વ્યક્તિઅો પર ગંગાજળનો છંટકાવ કરવો જોઈઅે.
  • ગ્રહણ કાળમાં ઇષ્ટદેવ અથવા ગાયત્રી મંત્રના જાપ કરતાં કરતાં દીવો પ્રગટાવી રાખવો જોઇઅે. મંત્રોના જાપ સમયે અા સૌથી ઉત્તમ ઉપાય છે.

ગ્રહણમાં ભૂલથી પણ ના કરો અા કામ

  • ગ્રહણ કાળમાં ભોજનને રાંધવાથી લઇને સાજ શણગાર બિલકુલ ટાળવો જોઇઅે
  • માન્યતાઅો અનુસાર અા ગ્રહણ સમયે મહિલાઅોઅે શાકભાજી કાપવાથી, કપડાં સિવવાનું ટાળવું જોઇઅે. કહેવાય છે કે, અામ કરવાખી જન્મ લેનાર બાળકના શરીરમાં શારીરિક દોષ રહી જાય છે.
  • ગ્રહણ સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઇઅે. અા સમયે સૂર્યના દર્શન પણ ટાળવા જોઇઅે.

ગર્ભવતી મહિલાઅો માટે પણ અા રહ્યા નિયમો

  • શાસ્ત્રોના અનુસાર ગર્ભવતી મહિલાઅોઅે અા સમયે ભોજન અારોગવું ન જોઈઅે. અા સમયે ગર્ભવતી મહિલાઅો ભોજન અારોગે તો ભોજન પર ગ્રહણ લાગે છે
  • સૂર્યગ્રહણ દેખનાર મહિલાઅોના લીવર પર પણ અસર થઈ શકે છે.

Related posts

દિલ્હી : આ મૌલાના સામે કેજરીવાલ સરકાર કરશે કેસ, લોકડાઉનની કરી ઐસી તૈસી

Nilesh Jethva

રતન ટાટા બાદ રિલાયન્સ અને ટોરેન્ટ ગૃપે કોરોના સામે લડવા આપ્યું કરોડોનું દાન

Nilesh Jethva

કોરોના : પ્રિન્સ ચાર્લ્સ પણ કરશે સરકારના પ્રતિંબંધોનું પાલન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!