GSTV

અમેરિકાને 99 વર્ષ બાદ પૂર્ણ સુર્યગ્રહણ જોવાનો મળ્યો લાભ!

અમેરિકનોને 99 વર્ષ પછી પૂર્ણ સુર્યગ્રહણ જોવાનો લાભ મળ્યો હતો. જો કે આખા અમેરિકાને નહીં પરંતુ અમેરિકાના મધ્યભાગમાં રહેતા લોકોને જ પૂર્ણ સુર્યગ્રહણનો લાભ મળ્યો હતો. જ્યારે ઉત્તર અમેરિકાના ઘણા ભાગોમાં આંશિક ગ્રહણ જોવા મળ્યું હતું.

આખા અમેરિકાની આરપાર નીકળ્યું હોય એવુ સૂર્ય ગ્રહણ છેલ્લે 1918માં જોવા મળ્યું હતું. 38 વર્ષ પછી એવો પ્રસંગ આવ્યો હતો જ્યારે અમેરિકા ખંડને ગ્રહણ જોવા મળ્યું હતું. ગ્રહણ અમેરિકી સમય પ્રમાણે સવારે 10.15 ઓરેગોન સ્ટેટથી દેખાવાનું શરૂ થયું હતું. છેલ્લે સાઉથ કેરોલિનામાં દેખાયું હતું.

નાસાએ ગ્રહણનું મિનિટ-ટુ-મિનિટનું ટાઈમ ટેબલ બહાર પાડયું હતું. જેનાથી ક્યા રાજ્યમાં ક્યારે જોઈ શકાશે તેની માહિતી મળી હતી. પૂર્ણ સુર્યગ્રહણને કારણે ચંદ્ર ફરતે સુર્યના કિરણો આભા સ્વરૃપે ઉપસી આવ્યા હતા અને તેનો ભવ્ય નજારો સર્જાયો હતો.

અમેરિકામાં જ્યાથી પૂર્ણ ગ્રહણ દેખાવાનું હતુ એ 112 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી તમામ હોટેલ્સ હાઉસફૂલ થઈ ગઈ હતી.

આ ગ્રહણ કુલ 50 કરોડ લોકોએ જોયું હતું. 11 સ્પેસક્રાફ્ટ દ્વારા અભ્યાસ કરાયો. પૂર્ણ સુર્યગ્રહણ એ વિજ્ઞાનીઓ માટે કાયમ અભ્યાસનો વિષય રહ્યો છે માટે નાસા સહિતની જગતભરની અવકાશ સંસ્થાઓએ ગ્રહણના અભ્યાસ માટે પોતાના અવકાશયાનો સજ્જ કર્યા હતા.

નાસાના ૩ સહિત જગતના કુલ 11 અવકશયાનોએ ગ્રહણની તસવીરો લીધી હતી. ઊપલા આકાશમાં પહોંચી શકે એવા 50થી વધુ બલુન્સ પણ છોડવામાં આવ્યા હતા. આ ગ્રહણને ઈતિહાસમાં સૌથી વધુ ડોક્યુમેન્ટેડ એટલે કે જેનો સૌથી વધુ અભ્યાસ થયો હોય એવા ગ્રહણ પૈકીનું એક ગણાવાયું છે.

નાસાની વેબસાઈટ પર જણાવ્યા પ્રમાણે અમેરિકાના પશ્ચિમ કાંઠાથી શરૂ થઈને પૂર્વ કાંઠા સુધી પહોંચતા ગ્રહણને 100 મિનિટથી વધુનો સમય લાગ્યો હતો. એમાં વળી મધ્યમાં કેટલીક મિનિટો એવી વીતી હતી જ્યારે પૂર્ણ ગ્રહણથી ધોળા દિવસે અંધકાર છવાયો હતો.

Related posts

કોરોના : પ્રિન્સ ચાર્લ્સ પણ કરશે સરકારના પ્રતિંબંધોનું પાલન

Nilesh Jethva

ઈઝરાયેલના પીએમના નજીકના નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ, પીએમ થયા હોમ ક્વોરંટાઈન

Nilesh Jethva

દુનિયાને કોરોના વાયરસની ભેટ આપનારા ચીનમાં ખુશીનો માહોલ, લોકોએ ચામાચીડિયાં, કૂતરાં અને બિલાડીઓના માંસની પાર્ટીઓ શરૂ કરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!