GSTV

હિમાચલ પ્રદેશની સોલન દુર્ઘટનામાં 13 જવાન સહિત 14નાં મોત, CMએ આપ્યા મેજીસ્ટ્રેટ તપાસનાં આદેશ

Last Updated on July 15, 2019 by Mansi Patel

હિમાચલ પ્રદેશના સોલનનાં કુમારહટ્ટી-નાહન હાઇવેનાં કિનારે બનેલ સેહજ ઢાબા અને ગેસ્ટહાઉસનું બિલ્ડિંગ ભારે વરસાદને કારણે  ધ્વસ્ત થઈ ગયુ હતુ. આ દુર્ઘટનામાં ૧૩ જવાન સહિત 1૪ લોકોના મોત નિપજ્યા છે.

દુર્ઘટના સમયે ઇમારતમાં કુલ 42 લોકો હતા. અહીં ભોજન કરવા માટે રોકાયેલાં સેનાનાં 30 જવાનો પણ દબાયા હતા. રેસ્ક્યૂ ટીમ દ્વારા કુલ 11 નાગરિકો અને 17 જવાનોને કાટમાળમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

આ જવાનો બસમાં જઇ રહ્યા હતા અને અહીં જમવા માટે રોકાયા હતા. હિમાચલ પ્રદેશના સીએમ જયરામ ઠાકુરે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે દુર્ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.

તેમણે દૂર્ઘટનાના કારણ અંગે તપાસના આદેશ આપ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બિલ્ડીંગનું નિર્માણ નિયમ મુજબ કરાયુ ન હતુ.  દુર્ઘટના બાદ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

અને બચાવ કામગીરી શરૂ કરી હતી. એનડીઆરએફની સાથે સાથે સ્થાનિક લોકો પણ બચાવ કામગીરીમાં પણ જોતરાયા હતા.

READ ALSO

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

સરહદ વિવાદ / આસામ અને મિઝોરમ વિવાદ ઉકેલાશે: પેરામિલિટ્રી થશે તૈનાત: MHAની બેઠકમાં બંને રાજ્યો સમાધાન માટે તૈયાર

Zainul Ansari

સોશિયલ મીડિયા પર યથાવત ‘મોદી લહેર’, Twitter પર ફોલોઅર્સ વધીને 7 કરોડને પાર થયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!