GSTV

સોખડાધામ / શાસ્ત્રોક્ત વિધી મુજબ આજે હરિપ્રસાદ સ્વામીના થશે અંતિમ સંસ્કાર, વરિષ્ઠ સંતો રહેશે હાજર

Last Updated on August 1, 2021 by Dhruv Brahmbhatt

વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામી 26 જુલાઈએ રાત્રે 11 વાગ્યે અક્ષરધામ નિવાસી થયાં હતાં. ત્યારે તમને જણાવી દઇએ કે, આજે બપોરના બે વાગ્યે શાસ્ત્રોક્ત વિધી મુજબ તેમના અંતિમ સંસ્કાર થશે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ અંતિમક્રિયા કરવાની હોવાથી કેટલીક વિધિના ઓનલાઈન દર્શન થઈ શકશે નહીં.

કોઈ હરિભક્તને પ્રવેશ આપવામાં નહીં આવે

અંતિમવિધિ સમયે મંદિરમાં કોઈ હરિભક્તને પ્રવેશ આપવામાં આવશે નહીં. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અંતિમક્રિયામાં હાજરી આપશે. અને વિવધ સંપ્રદાયના સંતો તથા અગ્રણી હજાર રહશે. આ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. અંતિમસંસ્કાર માટે જરૂરી પ્લેટફોર્મ તૈયાર કરવા હરિધામના વરિષ્ઠ સંતોએ ભૂમિપૂજન કર્યું હતું. હરિપ્રસાદ સ્વામીને લીમડો અત્યંત પ્રિય હતો એટલે સોખડા મંદિરમાં લીમડા વનમાં તેમની અંતિમક્રિયા થશે અને સમાધિ મંદિરનું નિર્માણ થશે.

હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થતાં સંતો અને લાખો હરિભક્તોમાં શોકની લાગણી છે. છેલ્લા ચાર દિવસથી રાજ્યના વિવિધ જિલ્લાઓ ઉપરાંત દેશ-વિદેશથી સોખડામાં હરિપ્રસાદ સ્વામીના દર્શન કરવા હરિભક્તોનો અવિરત પ્રવાહ રહ્યો છે. સામાજિક, રાજકીય અને ધાર્મિક સંસ્થાના અનેક આગેવાનોએ પણ તેમને શ્રદ્ધાંજલી આપવા આવ્યાં હતાં.

પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ કહ્યું હતું કે, હરિપ્રસાદ સ્વામી મહારાજે જીવનપર્યંત ગુરૂહરિ યોગીજી મહારાજ પ્રત્યેની ગુરૂભક્તિ અદા કરવાનો આદર્શ પૂરો પાડ્યો છે. તેઓ યોગી ડિવાઈન સોસાયટીના પણ પ્રણેતા હતા વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલતી હતી. અને તેઓ 26 જુલાઈએ રાત્રે 11 વાગ્યે અક્ષરધામ નિવાસી થયાં. બાદમાં 27 જુલાઈએ બપોરે તેમનો દિવ્યદેહ વડોદરા હોસ્પિટલથી સોખડા મંદિર લવાયો હતો. જ્યાં મંદિર પરિસરમાં તેમનો દિવ્ય દેહ દર્શન માટે રખાયો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

પિયુષ ગોયલે સુરતમાં ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો સાથે કરી મુલાકાત, વિજય રૂપાણી સરકાર માટે કહી મોટી વાત

Pritesh Mehta

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

વિકાસ / ગુજરાતને મળશે વિશ્વનો સૌથી મોટો દિલ્હી મુંબઈ ગ્રીન હાઇવે, વડોદરાથી મુંબઈ પહોંચશે માત્ર 3 કલાકમાં

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!