GSTV
World

Cases
7120116
Active
13263665
Recoverd
764319
Death
INDIA

Cases
668220
Active
1808936
Recoverd
49036
Death

યુવા ખેડૂતો માટે શાનદાર તક! આ બિઝનેસ માટે મોદી સરકાર આપશે 3.75 લાખ રૂપિયા, આ યોજનાનો લઇ લો લાભ

farmer

નરેન્દ્ર મોદી સરકારે ગ્રામીણ યુવાઓને રોજગાર આપવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે કૃષિ મંત્રાલયના આધીન મૃદા સ્વાસ્થ્ય પ્રબંધન યોજના બનાવી છે. આ યોજના અંતર્ગત ગ્રામીણ યુવા તથા ખેડૂત જેની ઉંમર 18થી 40 વર્ષ છે. ગ્રામ સ્તરે મિની મૃદા પરિક્ષણ પ્રયોગશાળાની સ્થાપના કરી શકે છે. પ્રયોગશાળાને સ્થાપિત કરવામાં 5 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે, જેના 75 ટકા એટલે કે 3.75 લાખ રૂપિયા સરકાર આપશે.

મૃદા સ્વાસ્થ્ય પ્રબંધન યોજના

આ યોજના અંતર્ગત જો પોતે સહાયતા સમૂહ, કૃષિ સહકારી સમિતિઓ, કૃષિ સમૂહ કે કૃષિ ઉત્પાદક સંગઠન આ પ્રયોગશાળાને સ્થાપિત કરે તો તેમને પણ આ મદદ મળશે. સરકાર દ્વારા માટીનો નમૂનો લેવા, પરિક્ષણ કરવા તથા સોઇલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવા માટે 300 પ્રતિ સેમ્પલ આપવામાં આવી લહ્યાં છે. કૃષિ મંત્રીએ જણાવ્યું કે, લેબ બનાવવા માટે ઇચ્છુક યુવા ખેડૂત અથવા અન્ય સંગઠન જિલ્લાના નાયબ નિયામક (કૃષિ), સંયુક્ત નિયામક (કૃષિ) અથવા તેમના કાર્યાલયમાં પ્રસ્તાવ રજૂ કરી શકે છે.

આ રીતે કરો શરૂ

સોઇલ ટેસ્ટિંગ લેબને બે રીતે શરૂ કરી શકાય. પહેલી રીતમાં પ્રયોગશાળા એક ભાડાની દુકાનમાં ખોલી શકાય. આ ઉપરાંત બીજી પ્રયોગશાળા એવી હોય છે જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જઇ શકાય. જેને Mobile Soil Testing Van કહેવામાં આવે છે. પહેલી રીતમાં ઉદ્યોગપતિ એવી માટીની તપાસ કરશે જે તેની પ્રયોગશાળામાં કોઇ દ્વારા મોકલવામાં કે લાવવામાં આવશે અને તે બાદ તેનો રિપોર્ટ ઇમેલ કે પ્રિન્ટ આઉટ દ્વારા ગ્રાહકને આપવામાં આવશે. જો કે પહેલાની તુલનામાં બીજો વિકલ્પ વધુ ફાયદાકારક છે, તેથી જ્યાં સુધી તેમાં રોકાણનો સવાલ છે તો તે પહેલા વિકલ્પની તુલનામાં વધુ છે.

સોઇલ ટેસ્ટિંગ લેબમાં સેવાઓની એક વિસ્તૃત શ્રૃંખલા રજૂ કરી શકાય છે. આ બિઝનેસને ઉદ્યોગપતિ નાના સ્તરે શરૂ કરી શકે છે અને જ્યારે તેને પૂરો આત્મવિશ્વાસ થઇ જાય તો આ બિઝનેસને તે આ જ આધારે આગળ વધારી શકે છે. કૃષિ ઉપરાંત ઉદ્યોગપતિ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોમાં પણ ટાર્ગેટ કરી શકાય. જે કંપનીઓ બીજ, જૈવ ઇંધણ, ખાતર, કૃષિ મશીનરી વગેરેનું મેન્યુફેક્ચરિંગ કરે છે તેવી કંપનીઓને પણ પછીથી ઉદ્યોગપતિ દ્વારા સર્વિસ આપી શકાય છે.

READ ALSO

Related posts

‘આજના શાસકો અંગ્રેજોની યાદ અપાવે છે’ અમિત ચાવડા સ્વતંત્રતા દિને પણ ભાજપને વખોડવાનું ના ભૂલ્યા

Bansari

ફડણવિસને મહારાષ્ટ્ર બહાર મોકલવાનો તખ્તો તૈયાર, આ રાજ્યની જવાબદારી સોંપાશે

Arohi

મોદી સરકારના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ, મોટા ઉપાડે કરાયેલી આ જાહેરાત લોકોની મુશ્કેલી વધારશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!