GSTV
Home » News » સોહરાબુદ્દીન એન્કાઉન્ટર: સીબીઆઈ વિશેષ અદાલતના આદેશ સામે તેના ભાઈએ કરી અપીલ

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર: સીબીઆઈ વિશેષ અદાલતના આદેશ સામે તેના ભાઈએ કરી અપીલ


સોહરાબુદ્દીન શેખના નકલી એન્કાઉન્ટર કેસમાં બોમ્બે હાઈકોર્ટમાં ફરી એક અપીલ દાખલ કરવામાં આવી છે. આ અપીલ સોહરાબુદ્દીન ભાઈ રૂઆબુદીને ડિસેમ્બર 21, 2018 એ સીબીઆઇની વિશેષ કોર્ટના નિર્ણય સામે કરવામાં આવી છે,જેમાં કોર્ટે બધા આરોપીઓને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ કિસ્સામાં મુંબઈમાં સીબીઆઈની વિશેષ અદાલતે 13 વર્ષ પછી ચુકાદો આપ્યો હતા. તેના નિર્ણયમાં, અદાલતને પુરાવાની ગેરહાજરીમાં 22 આરોપીઓને બરી કરવામાં આવ્યા હતા. જ્યારે ચુકાદામાં કોર્ટે કહ્યું હતું કે રજુ કરવામાં આવેલા સાક્ષીઓ અને પુરાવા ષંડયંત્ર અને હત્યા સાબિત કરવા પૂરતા નથી.

સીબીઆઇ મુજબ ગેંગસ્ટર શેખ આતંકવાદીઓ સાથે સંબધો ધરાવતો હતો. જ્યારે તેની પત્ની કોસરબી અને તેના સાથી પ્રજાપતીને ગુજરાત પોલીસ દ્વારા એક બસમાંથી તે સમયે પકડી લેવામાં આવ્યા હતા. જ્યારે તેઓ 22 અને નવેમ્બર 23, 2005 હૈદરાબાદથી મહારાષ્ટ્ર નાં સાંગલી જઈ રહ્યા હતા. ત્યારે સીબીઆઈના જણાવ્યા મુજબ, નવેમ્બર 26, 2005 ના રોજ અમદાવાદ નજીકના નકલી એન્કાઉન્ટરમાં શેખની હત્યા કરવામાં આવી હતી. ત્રણ દિવસ પછી તેની પત્નીની હત્યા થઈ અને તેના મૃતદેહને ઠેકાણે કરવામાં આવ્યો હતો.

જ્યારે એક વર્ષ બાદ 27 મી ડિસેમ્બર 2006નાં પ્રજાપતિની ગુજરાત અને રાજસ્થાન પોલીસે રાજસ્થાનની સીમા પાસે ચાપરીમાં એક કથિત નકલી એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો. જ્યારે આ કેસમાં 210 સાક્ષીઓની પૂછપરછ કરી હતી, જેમાંથી 92 જણા ફરી ગયા હતા.

તે દરમિયાન, બુધવારે, કાર્યવાહીના બે સાક્ષીઓએ અદાલતને વિનંતી કરી હતી કે તેમની સાથે ફરીથી પૂછપરછ કરવામાં આવે. તેમાંના એકનું નામ આઝમ ખાન છે, અને તે શેખનો સાથી હતો. તેમણે તેમની અરજીમાં દાવો કર્યો હતો કે શેખ પર કથિત રીતે ગોળી ચલાવ આરોપી અને ભૂતપૂર્વ પોલીસ ઈન્સપેક્ટર અબ્દુલ રહેમાને તેને ધમકી આપી હતી કે જો તેઓ મોં ખોલ્યું તો ખોટા કેસમાં ફસાવાવામાં આવશે. એક અન્ય સાક્ષી મહેન્દ્ર જાલા છે તેઓ પેટ્રોલ પંપના માલિક છે.

READ ALSO

Related posts

Exit Poll: ઓરિસ્સામાં બીજેડી સૌથી મોટી પાર્ટી, ભાજપને મળશે આટલી સીટો

Riyaz Parmar

Exit Poll: કેરળમાં મોદી લહેર નહીં, આ પાર્ટી આગળ

Nilesh Jethva

Exit Poll: પંજાબમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર, AAPનું ખાતુ…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!