સોહાઅલી ખાનની પિત્રી ઈનાયા નાઓમી ખેમૂ પોતાની ક્યૂટનેસને કારણે ચર્ચામાં રહે છે. સોહા-કૃણાલની પુત્રી ઈનાયાના સુંદર ફોટા સોશિયલ મીડિયા પર છવાયેલાં રહે છે. દર વર્ષે 31 ઓક્ટોબરે હેલોવીન ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ ખાસ અવસર પર સોહાએ પુત્રી ઈનાયાનો સુંદર ફોટો શેર કર્યો છે.

ઈનાયાએ હેલોવીન ડે પર બ્લેક કલરનું સુંદર ફ્રોક પહેર્યુ છે. સોહાએ બે પોસ્ટ કરી છે. પહેલામાં ઈનાયા બિલ્ડિંગમાંથી બહાર જોઈ રહી છે. ફોટામાં ઈનાયા બેક લુક દેખાડી રહી છે. ફોટો શેર કરતાં સોહાએ લખ્યુ છેકે, Happy Halloween!! From our friendly neighbourhood witch.


તો બીજી પોસ્ટમાં સોહાએ ઈનાયાનાં ત્રણ ફોટા એક કરીને એક વીડિયો બનાવ્યો ચે. આ ત્રણેય ફોટામાં ઈનાયા આંખો મોટી કરીને ડરાવવાનાં પ્રયાસો કરી રહી છે. પરંતુ ક્યૂટનેસથી ઓવરલોડ આ ફોટાથી કદાચ જ કોઈ ડરી ગયુ હશે. હેલોવીન ડે ને સેલિબ્રેટ કરતી ઈનાયાના ફોટા વાયરલ થઈ રહ્યા છે. લોકો ઈનાયાની સુંદર આંખોનાં વખાણ કરી રહ્યા છે.

હાલમાં જ ભાઈબીજને સેલિબ્રેટ કરતાં કૃણાલ ખેમૂએ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં ઈનાયા ગાયત્રી મંત્ર બોલતા દેખાઈ હતી. નાનકડી ઈનાયા તેની કાલી-કાલી ભાષામાં ગાયત્રી મંત્ર બોલતી ઘણી ક્યૂટ લાગતી હતી. આટલી નાની ઉંમરમાં ઈનાયાને આખો ગાયત્રી મંત્ર દ છે આ જોઈને લોકો ચોંકી ગયા હતા. ઉલ્લેખનીય છેકે, પોપ્યુલારિટીનાં મામલામાં ઈનાયા ભાઈ તૈમૂર કરતાં કમ નથી.
READ ALSO
- મોડાસા સર્વોદય બેન્કની ચૂંટણીનું પરિણામ જાહેર થયું, આ પેનલનો થયો વિજય
- સંસદની પરામર્શ સમિતિમાં વિદેશ પ્રધાન એસ. જયશંકર અને રાહુલ ગાંધી વચ્ચે ઉગ્ર દલીલબાજી
- કોરોના વેક્સિન લગાવડાવ્યા બાદ ના કરતા આ ભૂલો, વધી શકે છે વાઈરસથી સંક્રમિત થવાનું જોખમ
- Instagram એકાઉન્ટથી પણ કરી શકો છો અધધ કમાણી, આ છે સરળ રીત
- વડોદરા/ મહલી નજીક પસાર થતી કેનાલમાં 20 વર્ષિય બે યુવકો ડૂબ્યા, યુવકોની શોધખોળ ફાયર ફાયટર બોલાવ્યા