બોલિવૂડ અભિનેત્રી અને પટૌડી પરિવારની પુત્રી સોહા અલી ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. સોહા અલી ખાને તેની ફિલ્મી કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સોહા અલીની ફિલ્મોમાં તેના અભિનયને પણ ખૂબ સમર્થન મળ્યું છે. જ્યારે સોહા આ દિવસોમાં અભિનયથી દૂર છે, પરંતુ તે હંમેશા ચર્ચામાં રહે છે.

સોહા હાલમાં પુત્રી અને પતિને પૂરતો સમય આપી રહી છે. આ સમય દરમિયાન સોહા અલી ખાનના ઘરની કેટલીક તસવીરો સામે આવી છે. આ ફોટોઝમાં તમે તેના આલીશાન ઘરને નજીકથી જોઈ શકશો. તેમના લિવિંગ રૂમ, બેડરૂમ, સ્ટડી રૂમ તમને અચંબામાં મૂકી દેશે.


ફેન્સ હંમેશાં સ્ટાર્સના ઘરને નજીકથી જોવા ઇચ્છતા હોય છે. તે જોવા માગે છે કે તેના મનપસંદ સ્ટાર્સનું ઘર અંદરથી કેવું દેખાય છે. આ સાથે જ સોહા અલી ખાનના ઘરની અંદરની તસવીર સામે આવી છે.

સોહાનો ફ્લેટ મુંબઇના ખાર વિસ્તારમાં છે. સોહા આ ઘરમાં તેના પતિ કૃણાલ અને તેની પુત્રી ઇનાયા સાથે રહે છે. તેમના લિવિંગ રૂમથી લઈને બેડરૂમ, સ્ટડી રૂમ ખૂબ જ શાનદાર છે.

આ ઘર સોહા અને કૃણાલને તેમની માતા શર્મિલા ટાગોરે ભેટ તરીકે આપ્યું છે. એવું કહેવામાં આવે છે કે તે સમયે ફ્લેટનો ભાવ નવ કરોડ રૂપિયા હતો.

ઘરના દરેક ખૂણાને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યો છે. ઘરની દિવાલો કિંમતી પેઇન્ટિંગથી શણગારેલી છે. તેઓએ ઘર એકદમ શાનદાર ડેકોરેટ કર્યું છે.

READ ALSO
- મોટા સમાચાર : મહારાષ્ટ્રમાં કોરોના રસીકરણ પર રોક, બે દિવસ પછી ફરી શરૂ કરવા પર લેવાશે નિર્ણય
- વાર્યા ન વરે એ હાર્યા વરે : આખા જગતમાં ભારતમાં સૌથી વધુ 40 કરોડ યુઝર્સ, વૉટ્સઅપે નવી પોલિસીની ડેડલાઇન 3 મહિના વધારી
- દિલ્હીમાં વેક્સિનેશન: 51 લોકોમાં જોવા મળી સાઈડ ઇફેક્ટ, એક વ્યક્તિને હોસ્પિટલ ખસેડાઇ
- દુ:ખદ/ રાજસ્થાનના જાલોર જિલ્લામાં વીજકરંટની ઝપેટમાં આવી મુસાફરો ભરેલી બસ, 6 લોકો જીવતા ભડથું
- દેશમાં રસીકરણ અંગે લોકો ઉત્સાહિત, ફૂલ-માળા, ફટાકડાથી રસીનું સ્વાગત કર્યું: એક જ દિવસમાં 1.91 લાખને અપાઈ રસી