બનાસકાંઠાના શિહોરીના વિથલાદ ગામેથી ગાંજાના છોડ ઝડપાયા છે. રહેણાંક મકાન પાસે વાવેતર કરીને ગાંજાનું વેચાણ કરવામાં આવતું હતું. SOG એ બાતમીના આધારે દરોડા પાડીને 7 કિલો 150 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે. આ સાથે એક શખ્સની પણ ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના દરિયાકાંઠેથી ભારતમાં હેરોઇનની દાણચોરી કરવાનો સતત પાકિસ્તાનના હેરોઇન કાર્ટેલ્સ દ્વારા પ્રયાસ થઇ રહ્યો છે. જો કે, ગુજરાત પોલીસ દ્વારા આવાં પ્રયાસોને સતત નિષ્ફળ કરવામાં આવી રહ્યાં છે અને આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવે છે.