GSTV

Alert! ITR ફાઈલ કર્યા બાદ પણ રિફંડ મળવામાં થશે મોડું, આ છે મોટું કારણ

આ વર્ષે અસેસમેંટ વર્ષ 2020-21 માટે ઈનકમ ટેક્સ રિફંડ મળવામાં મોડુ થઈ શકે છે. એવામાં તમારા માટે જરૂરી છે કે, જો તમે વર્ષ 2020-21 માટે ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરી દીધુ અને અત્યાર સુધી રિફંડ મળ્યુ નથી તો ગભરાવવાની જરૂરિયાત નથી. મહત્તમ ટેક્સપેયર્સ જેમણે આ વર્ષ માટે ITR ફાઈલ કરી છે, તેમને અત્યાર સુધી ઈનકમ ટેક્સ રિફંડ મળ્યુ નથી. જ્યારે ટેક્સપેયર્સે તેની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તો ઈનકમ ટેક્સ વિભાગે કહ્યું કે, ITR તેજીથી પ્રોસેસિંગ માટે સોફ્ટવેરને અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે. આ ટેકનિકલ અપગ્રેડને કારણે ઈનકમ ટેક્સ રિફંડમાં મોડુ થઈ શકે છે.

રિફંડ માટે લઈને અવાજ ઉઠાવ્યો

ખરેખર ઘણા ટેક્સપેયર્સને જૂન-જૂલાઈમાં જ ITR ફાઈલ કરી દીધી હતી, જ્યારે તેમને ટેક્સ રિફંજ મળ્યુ નહી તો તેમને ટ્વિટર પર રિફંડ માટે લઈને અવાજ ઉઠાવી. ત્યારબાદ ઈનકમ ટેક્સ વિભાગે ટ્વીટ થકી જણાવ્યું કે, ટેક્સપેયર્સને સારી સેવા આપવા અને ITR ની તેજ પ્રોસેસિંગ માટે નવા ટેકનોલોજિકલ અપગ્રેડેટ પ્લેટફોર્મ (CPC 2.0) પર જઈ રહ્યા છે.

ટાઈમલાઈનની જાણકારી નહી

વિભાગે જણાવ્યું કે, અસેસમેન્ટ વર્ષ 2020-21 નું ઈનકમ ટેક્સ રિટર્ન CPC 2.0 થકી પ્રોસેસ કરવામાં આવશે. આ કારણે રિફંડમાં મોડુ થઈ રહ્યું છે. જોકે, ઈનકમ ટેક્સ વિભાગે નવા CPC 2.0 પ્લેટફોર્મ પર માઈગ્રેશન અને અસેસમેન્ટ વર્ષ 2020-21 ના ઈનકમ ટેક્સ રિટર્નની પ્રક્રિયા શરૂ થવાના કારણે કોઈ ટાઈમલાઈન જણાવી નથી. હાજર સમયમાં બધા પ્રકારના ઈનકમ ટેક્સ રિટર્ન બેંગલુરુ સ્થિત સેંટ્રલાઈજ્ડ પ્રોસેસિંગ સેંટરથી પ્રોસેસ કરવામાં આવે છે. CPC 2.0 પ્લેટફોર્મ શરૂ થવાથી ટેક્સપેયર્સને કોઈ પ્રકારની સુવિધાઓ મળશે અને TR ની પ્રોસેસિંગ ખૂબ જ તેજ થઈ જશે.

1.32 લાખ કરોડ રૂપિયા રિફંડ કર્યા

ઈનકમ ટેક્સ વિભાગે 1 એપ્રિલ 2020થી 10 નવેમ્બરની વચ્ચે 39.75 લાખથી વધારે ટેક્સપેયર્સને 1.32 લાખ કરોડ રૂપિયાથી વધારેનું રિફંડ જાહેર કર્યું છે. પર્સનલ ઈનકમ ટેક્સ રિફંડ 35,123 કરોડ રૂપિયા અને કોર્પોરેટ રિફંડ 97,677 કરોડ રૂપિયા ટેક્સપેયર્સને રિફંડ કરવામાં આવ્યું છે.

આ રીતે ચેક કરો રિફંડ સ્ટેટસ

  • વિભાગની વેબસાઈટ https://tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.html પર જાઓ.
  • રિફંડ સ્ટેટસની જાણ લગાવવા માટે પાન નંબર અને જે વર્ષનું રિફંડ બાકી છે તે ભરો અને કેપ્ચા કોડ એન્ટર કરો.
  • ત્યારબાદ Proceed બટન પર ક્લિક કરો. આવુ કરતા જ સ્ક્રીન પર ટેક્સ રિફંડ સ્ટેટસ આવી જશે.

આ છે બીજી રીત

  • ઈનકમ ટેક્સ પોર્ટલ પર પોતાના ઈનકમ ટેક્સ ખાતામાં લોગ ઈન કરો.
  • લોગ ઈન કર્યા બાદ My Accounts ટેબ પર જાઓ અને ત્યાં આપવામાં આવેલ Refund/Demand સ્ટેટસ પર ક્લિક કરો.
  • ત્યારબાદ તે અસેસમેન્ટ વર્ષ ભરો જેનું રિફંડ સ્ટેટસ ચેક કરવાનું છે.
  • આવુ કરતા જ ઈનકમ ટેક્સ રિફંડ સ્ટેટસ સ્ક્રીન પર આવી જશે.

READ ALSO

Related posts

શું તમારે PF એકાઉન્ટમાંથી કાઢવા છે પૈસા? તો રિટર્ન ફાઈલ કરતા સમયે આપો આ જાણકારી, જલ્દી પતશે તમારુ કામ

Ankita Trada

ડિજિટલ કરન્સી બિટકોઈને 2020માં આપ્યું જોરદાર વળતર, શું 2021માં પણ આવી તેજી જળવાશે?

Ankita Trada

ઈરાનના ટોપ પરમાણુ વૈજ્ઞાનિકની હત્યા, હુમલામાં ઈઝરાયેલનો હાથ હોવાની શંકા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!