GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

સોસાયટીના નામે છેતરપિંડી, ડીરેકટરો લોકોના કરોડો રૂપિયા ચાઉં કરી ગયાં

ગુજરાત સહિત દેશભરમાં સમૃદ્ધ જીવન મલ્ટી સ્ટેટ મલ્ટી પર્પઝ સોસાયટીના નામે લોકોને સ્કીમો આપી કરોડો રૂપિયાના કૌભાંડ મામલે સીઆઈડીએ બે આરોપીઓની ધરપકડ કરી છે. સોસાયટીના નામે ડીરેકટરોએ દેશભરમાં હજ્જારો લોકો સાથે અંદાજે 2200 કરોડની છેતરપીંડી કરી હોવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના નવ જિલ્લાઓમાં 44 કરોડ જેવી રકમની છેતરપીંડી થઈ હોવાની વિગતો બહાર આવી છે.

આવા તો કંઈ કેટલા સપના બતાવી સમૃદ્ધ જીવન મલ્ટી સ્ટેટ મલ્ટી પર્પઝ સોસાયટીના ડીરેકટરો લોકોના પરસેવાની કમાણી ચાઉં કરી હતી. પુનામાં સ્થપાયેલી સોસાયટીના ડીરેકટરોએ દેશભરમાં પોતાના એજન્ટો નિમી ઓફિસો ખોલી હતી. જામનગર શહેરમાં પણ બે ઓફિસો ખોલવામાં આવી હતી. અને લોકો પાસેથી કરોડો રૂપિયા મેળવ્યા હતા. પરંતુ જ્યારે પાકતી મુદ્દતે લોકોને પરત કરવાના થયા ત્યારે હાથ અદ્ધર કરી દેતા ફરિયાદો નોંધાયા બાદ સીઆઈડીને તપાસ સોંપવામા આવી હતી. સીઆઈડીએ વડોદરાથી મહેન્દ્ર વસંત ગાડે અને સુનિતા કિરણ થોરાત નામના બે ડીરકટરોની ધરપકડ કરી છે. કોર્ટ દ્રારા બંને આરોપીના સાત તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરાતા વધુ તપાસ હાથ ધરવામા આવી છે.

ફક્ત સૌરાષ્ટ્રની જ વાત કરીએ તો. સૌરાષ્ટ્રમાં પણ આ સોસાયટી દ્વારા સેંકડો લોકો સાથે છેતરપીંડી કરાઈ છે. સૌરાષ્ટ્રમાં 44 કરોડ જેટલી છેતરપીંડી કરી હોવાની વિગતો બહાર આવી છે. જોકે સીઆઈડીના મતે છેતરપીંડીનો આંક 2200 કરોડ જેટલો છે.

આ કેસમાં સીઆઈડી 250 જેટલા ભોગ બનનારાઓના નિવેદન પણ લઈ ચૂકી છે. માર્ચ મહિનામાં જયારે આ મામલામાં ફરિયાદ નોંધવામાં આવી ત્યારે દેશભરમાં આચરાયેલા કૌભાંડનો આંક પાંચસો કરોડે પહોંચે તેવી આશંકા સેવાતી હતી. જો કે, સીઆઈડીની તપાસમાં છેતરપીંડીનો આંક ઘણો વધુ છે. હવે મહેનતની કમાણી પાછી ક્યારે મળશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે.

Related posts

ચીનની દાદાગીરી સામે બહુ આકરો જવાબ આપવામાં આવશે, ટ્રમ્પે આપી ધમકી

Arohi

હેપ્પી બર્થ ડે : ભારતીય ક્રિકેટરથી કોમેન્ટેટર અને હવે કોચ તરીકે પણ એવી જ લોકપ્રિયતા

Bansari

મહિસાગર જિલ્લામાં એક સાથે 17 પોઝિટીવ કેસ સામે આવતા ફફડાટ મચ્યો આરોગ્ય તંત્ર થયું દોડતું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!