GSTV

ગરબાનો નવો ટ્રેન્ડ: સોસાયટીનો ગેટ બંધ કરો અને અંદર ગરબા કરો, કોરોનાની ઐસીતૈસીમાં શું પોલીસની મૂકસંમતિ?

ગુજરાતમાં કોરોનાના કહેરના કારણે આ વર્ષે જાહેરમાં ગરબા રમવાની પરવાનગી સરકાર તરફથી આપવામાં આવી નથી. પરંતુ ગરબા રસીકોને જાણે કોરોનાનો ડરના હોય તેમ પોતાની સોસાયટીના ગેટ બંધ કરી ગરબે રમી રહ્યા છે અને કોરોનાની ગાઈડ લાઈનનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. રાજ્યમાં રોજ 1100થી વધુ કેસ સામે આવી રહ્યા છે તેવામાં આ બેદરકારી અમદાવાદીઓને ભારે પડી શકે તેમ છે.

અમદાવાદી પીએમ મોદીની અપીલને ઘોળીને પી ગયા

તો આ અંગે પોલીસની કામગીરી પર પણ શંકા ઉદભવે તેવી છે. શું સોસાયટીમાં ચાલતા ગરબા વિશે પોલીસને ખબર નથી કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવે છે. નવરાત્રિની શરૂઆત પહેલા જ જાહેરાત કરવામાં આવી હતી કે શહેરમાં 110 ટીમો નવરાત્રિ દરમિયાન ખડે પગે રહેશે અને ગરબે રમતા લોકો સામે કાર્યવાહી કરશે. પરંતુ આ જાહેરતા માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. મહત્વની વાત તો એ છે કે પીએમ મોદીએ આજે જ તેમના સંબોધનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અને કોરોના મહામારીને હળવાસથી ન લેવા અપીલ કરી હતી પરંતુ અમદાવાદી જાણે પીએમ મોદીની અપીલને ઘોળીને પી ગયા હોય તેમ લાગી રહ્યું છે.

પીએમ મોદીએ કોવિડ-19ના ગાઈડલાઈનના ચુસ્ત પાલન પર ભાર મુક્યો

દેશભરમાં વધતા કોરોના કેસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત રાષ્ટ્જોગ સંબોધન કર્યુ અને ફરી એક વખત કોવિડ-19ના ગાઈડલાઈનના ચુસ્ત પાલન પર ભાર મુક્યો હતો. પીએમ મોદીએ કહ્યુ કે ભુલવુ ન જોઈએ લોકડાઉન ભલે ગયુ પરંતુ વાયરસ ગયો નથી. ગત સાત-આઠ મહિનામાં દરેક ભારતીયોએ જે પ્રયત્ને કર્યો. સ્થિતિ સંભાળી છે તેને બગડવા દેવી જોઈએ નહી. પરંતુ વધુ સુધાર કરવાની જરૂર છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે દુનિયાના સાધન-સંપન્ન દેશોની તુલામાં ભારત પોતાના વધુમાં વધુ નાગરિકોના જીવ બચાવવામાં સફળ થયુ છે. દેશમાં રિક્વરી રેટ સારો છે. આગામી દિવસોમાં તહેવારો શરૂ થઈ રહ્યા છે. ત્યારે તહેવારોમાં સાવચેતી ખૂબ જરૂરી હોવાનું મનાય છે. કોરોના દર્દીઓ માટે દેશભરમાં 90 લાખથી વધુ બેડની વ્યવસ્થા છે.

ગુજરાતમાં કોરોનાના વધુ 1126 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના વધુ 1126 કેસ નોંધાયા છે. જેમાંથી કુલ 8 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદ અને સુરતમાં 2-2 દર્દીઓના મોત થયા છે. તો આજે એક જ દિવસમાં કુલ 1128 દર્દીઓ સાજા થયા છે. જેથી આજદિન સુધીમાં કુલ 1 લાખ 43 હજાર 927 દર્દીઓ સાજા થયા છે. તો આજદિન સુધીમાં કુલ મૃત્યુઆંક 3654 સુધી પહોંચી ગયો છે. હજુ પણ 76 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. તો રાજ્યમાં હાલમાં કુલ 14191 જેટલા એક્ટિવ કેસ છે. (પ્રતિકાત્મક તસવીર)

READ ALSO

Related posts

ભારતની સૌથી ખતરનાક મિસાઈલનું સફળ પરીક્ષણ : 4300 કિલોમીટરની રફ્તારથી ટાર્ગેટ પર કરશે હુમલો, બચવાનો નહીં મળે મોકો

pratik shah

મહામારીનો રાફડો ફાટતા સિવિલમાં વેન્ટિલર બેડમાં કરાયો વધારો, હજારથી વધુ દર્દીઓ છે દાખલ

pratik shah

ચીની સરકારના રાજકીય એડવાઈઝરે બિડેનને નબળા પ્રમુખ ગણાવ્યા, બિડેન ટ્રમ્પ કરતાં વધારે ખતરનાક સાબિત થશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!