GSTV

સામાજિક સુરક્ષા કે અસુરક્ષા કાયદો / હવે કાયમી નોકરી ગઈ, કરાર આધારે નોકરીએ રખાશે, એક વર્ષની નોકરી હશે તો પણ ગ્રેચ્યુઈટી અપાશે

સામાજિક સુરક્ષા કાયદામાં – સોશિયલ સિક્યુરિટી કોડ 2020 (ન્યુ સિક્યુરિટી કોડ 2020) નવી જોગવાઈઓમાં કહેવામાં આવ્યું છે કે લોકોને કરાર આધારિત નોકરી અપાશે, નિયત અવધિના આધારે નોકરી હશે, તેમને તે દિવસોના આધારે ગ્રેચ્યુઇટી મેળવવાનો પણ અધિકાર હશે. આ માટે પાંચ વર્ષ પૂર્ણ કરવાની જરૂર નથી. કરાર ધોરણે કામ કરનારાઓને તેમના પગારની સાથે ગ્રેચ્યુઇટીનો લાભ મળશે. જો કર્મચારી નોકરીની કેટલીક શરતોને પૂર્ણ કરે છે, તો નિયત સૂત્ર હેઠળ તેને ગ્રેચ્યુટીની બાંયધરી આપવામાં આવશે. ગ્રેચ્યુટીનો નાનો ભાગ કર્મચારીના પગારમાંથી કાપવામાં આવે છે, પરંતુ મોટો ભાગ કંપની દ્વારા ચૂકવવામાં આવે છે.

વર્તમાન કાયદા મુજબ, જો કોઈ વ્યક્તિ ઓછામાં ઓછી 5 વર્ષ માટે કંપનીમાં કામ કરે છે, તો તે ગ્રેચ્યુટીનો હકદાર છે. ગ્રેચ્યુઇટી એટલે પગાર, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ ઉપરાંત, કંપનીમાં લાંબા સમયથી કામ કરતા કર્મચારીઓને ગ્રેચ્યુટી પણ આપવામાં આવે છે. ગ્રેચ્યુઇટી એ કંપની તરફથી કોઈ કર્મચારી દ્વારા પ્રાપ્ત થયેલ ઇનામ છે. પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટ, 1972-પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટ, 1972 હેઠળ, સંસ્થાના દરેક કર્મચારીને લાભ આપે છે. 10 થી વધુ કર્મચારીઓ કામ કરે છે ત્યાં લાભ મળે છે.

Related posts

રણનીતિ / હવે ચીનના દુશ્મનોની સાથે હાથ મીલાવશે ભારત, ડ્રગનની નાકમાં દમ કરનારા દેશો સાથે શરૂ થશે વેપાર મંત્રણા

Mansi Patel

બિહાર ચૂંટણીમાં કરોડપતિની બોલબાલા, પહેલા ચરણમાં 1065માંથી 153 ઉમેદવારો પાસે છે કરોડોની સંપત્તિ,આ બે પાર્ટીના 60 ટકા ઉમેદવારો

Mansi Patel

અમદાવાદમાં ખિસ્સા કાતરૂઓ કેવી રીતે પળવારમાં હાથ સફાઇ કરે છે તેનો ડેમો આપ્યો ખુદ પોલીસે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!