GSTV
Home » News » ‘વાયુ’ને પગલે સેવાની સુવાસ: તંત્ર સહિત સામાજીક સંસ્થાઓએ લાખો ફૂડ પેકેટ કર્યા તૈયાર

‘વાયુ’ને પગલે સેવાની સુવાસ: તંત્ર સહિત સામાજીક સંસ્થાઓએ લાખો ફૂડ પેકેટ કર્યા તૈયાર

વડોદરામાં  તંત્રએ સજ્જ થઇને ફૂડ પેકેટ તૈયાર કર્યા જેમાં વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખાસ એક લાખ ફૂડ પેકેટ તૈયાર કરાયા છે.આ ફૂડ પેકેટો સૌરાષ્ટ્ર  કચ્છ સહીતના જિલ્લામાં પહોંચતા કરવાની કામગીરી પણ કરાઇ છે.

જામનગરમાં પણ આઠ જેટલી સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્તો માટે ખાદ્ય સામગ્રી તૈયાર કરાઇ. આણદાબાવા અને કુંવરબાઈની ધર્મશાળામાં 1 લાખ લોકો માટે ભોજન તૈયાર કરવામાં આવ્યું છે. ભોજન ઉપરાંત નાસ્તા સહિતનાં પેકેટો તૈયાર કરીને વાવાઝોડાથી પ્રભાવિત સૌરાષ્ટ્રભરના વિસ્તારોમાં પહોંચતા કરાયા છે.

તો જુનાગઢના માંગરોળ અને માળીયાના દરિયાઈ વિસ્તારમાંથી સ્થળાંતરીત કરેલા લોકો માટે વહીવટી તંત્ર દ્વારા ફુડ પેકેટની વ્યવસ્થા કરાઇ. આ ઉપરાંત સામાજિક સંસ્થાઓ તથા સાધુ સંતોએ પણ ફુડ પેકેટ માટે તૈયારી દર્શાવી જેમાં ભવનાથમાં આવેલ ગોરખનાથ આશ્રમના મહંત શેરનાથબાપુએ  દ્વારા ૧૫ હજાર ફૂડ પેકેટ તૈયાર કરાવ્યા.

દ્વારકામાં પણ વરસાદના પગલે સેવાભાવી સંસ્થાઓએ સેવાની ધૂણી ધખાવી. રાહત સામગ્રી એકઠી કરી અંદાજે 4 હજાર ફૂડપેકેટ તૈયાર કરીને અસરગ્રસ્તોને મોકલવાની કામગીરી કરાઇ તો આ ઉપરાંત સ્થળાંતરીત લોકો માટે ગુગડી બ્રાહ્મણોએ ભોજનની વ્યવસ્થા કરી.

તો મહેસાણામાં ઉંઝામાં સામાજીક સંસ્થાઓ અસરગ્રસ્તોની વ્હારે આવીને ફૂડ પેકેટ તૈયાર કરવાના કાર્યમાં લાગી. ઉમિયા માતાજી સંસ્થા, ઉંજા એપીએમસી તેમજ આર.કે.ગ્રુપ દ્વારા અંદાજે 10 હજાર ફૂડ પેકેટ તૈયાર કરીને પ્રભાવિત વિસ્તારોમાં પહોંચતા કરાશે.

અમદાવાદમાં પણ અસરગ્રસ્તોની વ્હારે આવવા માટે કામગીરી આરંભી દેવાઇ. જેમાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે લાખ ફુડ પેકેટ તૈયાર કરીને અસરગ્રસ્તો સુધી પહોંચાડવામાં આવ્યા.

READ ALSO

Related posts

અમદાવાદના આ સ્ટેડીયમમાં ઉજવાશે રાજયકક્ષાનો યોગ દિવસ

Nilesh Jethva

ઉપ સરપંચ હત્યા કેસ : પરિવાર અને સરકાર વચ્ચેની બેઠક પૂર્ણ, ટૂંક સમયમાં થશે સમાધાન

Nilesh Jethva

સુરતના વેડ રોડ પર લુમ્સના ખાતામાં લાગી આગ, ત્રણ ફાયર ફાયટરની ગાડી ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!