GSTV
Home » News » અજબ પ્રેમની ગજબ કહાનીઃ PM મોદીના એક ટ્વીટે બનાવી દીધી જોડી

અજબ પ્રેમની ગજબ કહાનીઃ PM મોદીના એક ટ્વીટે બનાવી દીધી જોડી

સોશિયલ મીડિયાની ખૂબ લોકપ્રિય વેબસાઈટ ટ્વિટર મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના એક ખેડૂતના ઘરે ખૂબ ખુશીનો મહોલ આવ્યો છે. હકીકતમાં જિલ્લાના કુચડોદ ગાંમના એક કિસાનના દિકરાના લગ્ન શ્રીલંકાના સુપ્રિમ કોર્ટના વકીલની દીકરી સાથે થઈ છે. બન્નેની નરેન્દ્ર મોદીના ટ્વીટને ફોલો કરતા કરતા મિત્રતા થઈ ગઈ અને પછી પ્રેમ બાદ લગ્ન થઈ ગયા.

કુચડોદ ગામના ગોવિંદ પ્રકાશ માહેશ્વરી અને શ્રીલંકાની રહેલાસી હંસિની ઈરાનમલી ઈધીરીસિંગેના થોડા દિવસો અગાઉ હિન્દુ રીતિ-રિવાજ સાથે મંદસૌરમાં લગ્ન થઈ ગયા. બન્નેએ જણાવ્યું કે વર્ષ 2017 જુલાઈમાં હંસિની ગોવિંદને મળવા ભારત આવી. ત્યારે ગોવિંદ પણ તેને લેવા માટે રાજધાની દિલ્હીના એરપોર્ટ પહોંચ્યો. ત્યાર બાદથી બેન્નેનો પ્રેમ વધ્યો અને બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

ગોવિંદે એન્જીન્યરિંગનો અભ્યાસ કર્યો છે. અને હંસિની ચંડીગઢમાં હાલમાં ડોક્ટર બનવા માટેનો અભ્યાસ કરી રહી છએ. ગોવિંદના પિતા રામાનુજ માહેશ્વરી કુચડોદમાં જનરલ સ્ટોર ચલાવે છે. લગ્ન સમારોહમાં હંસિનીના પરિવારના 15 સભ્યો શ્રીલંકાથી મંદસૌર આવ્યા હતા.

Read Also

Related posts

સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલવામાં આવતા નિચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

Kaushik Bavishi

કોંગ્રેસ નેતા વિકાસ ચૌધરીની હત્યાનો માસ્ટર માઈંડ દુબઈમાં એરેસ્ટ

Kaushik Bavishi

આ ગામડાનો યુવાન ભારતનો છે ઉસૈન બોલ્ટ, માત્ર 11 સેકન્ડમાં 100 મીટરની દોડ કરી પૂર્ણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!