GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરવી પડી ભારે, બે યુવકોની આ કારણે કરી નાખી ધોલાઈ

સોશિયલ મીડિયા

વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકામાં બે યુવકને રસ્તામાં રોકીને 15 જેટલા યુવાનોએ મારામારી કરી હતી. જેથી ઘાયલ થયેલા બંને યુવકોએ ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ભોગ બનનાર યુવક ચિત્રકુટમાં રહેતા છે અને તેમણે સોશિયલ મીડાયામાં કોઈ બાબતે ટિપ્પણી કરી હતી. જેથી તેમને માર મારવામાં આવ્યો હતો.

10 લોકોની અટકાયત

જોકે ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્થળ પર પહોચી હતી અને તેમણે પરિસ્થિતીને કાબૂમાં લઈને 10 લોકોની અટકાયત કરી હતી. મહત્વનું છે હાલ કોરોના મહામારી ચાલી રહી છે.જેથી અટકાયત કરાયેલા લોકોના પહેલા ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં બે યુવકને રસ્તામાં રોકી 15 જેટલા યુવાનોએ મારામારી કરતા ઘાયલ યુવકોએ ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે 10 લોકોની અટક કરી આ ઘટનાને કોઈ ગંભીર સ્વરૂપના આપે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હોવાનું વાપી ડિવિઝનના DYSP વી. આર. જાડેજાએ જણાવ્યું હતું.

સળિયા, લાકડાથી હુમલો

ઉમરગામ તાલુકામાં ત્રણેક દિવસ પહેલા સોશ્યલ મિડિયામાં થયેલી ટિપ્પણીને લઇને ચિત્રકૂટમાં રહેતા મુસ્લિમ ઈસમોએ બે યુવાનોને રસ્તો રોકી સળિયા, લાકડાથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા બે જૂથો વચ્ચે ધિંગાણું થયું હતું. જેમાં જિલ્લા પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ સમગ્ર માંગે વાપી ડી.વાય.એસ.પી વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ અથડામણ બે મિત્રો વચ્ચેની અગાઉની બોલાચાલીને લઈને થઈ હતી. જેમાં ઉમરગામ પોલીસે ફરિયાદ નોંધી 10 લોકોની અટક કરી છે. હાલ કોરોના મહામારીને લઈને તેમનો કોરોના ટેસ્ટ કર્યા બાદ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ મામલાને કોઈ હિંદુ-મુસ્લિમ જૂથ વચ્ચેની અથડામણ તરીકેનો રંગ ના આપે તે માટે પોલીસે પૂરતી ચોકસાઈ રાખી છે.

Read Also

Related posts

ગુજરાતમાં Corona બેકાબૂ : 24 કલાકમાં 492 નવા કેસ સાથે 33 લોકોનાં મોત, છૂટછાટ પડી ભારે

Mansi Patel

અમદાવાદના આ બે વિસ્તારોમાં ત્રણ વર્ષ માટે લગાવવામાં આવ્યો અશાંત ધારો, ખરીદ-વેચાણની નહીં મળે છૂટ

Nilesh Jethva

ગુજરાતમાં વીજ બિલમાં રાહતની શક્યતા, ટૂંક સમયમાં આવી શકે છે આર્થિક પેકેજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!