સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકવા માટે લોકો કેટલાય મધુર ગીતો, સંગીતની ધુન અને ઉત્તમ રચનાઓ સાથે છેડછાડ કરતાં હોય છે.
બાંગ્લાદેશના સોશિયલ મીડિયા સ્ટાર હીરો અલોમની બાંગ્લાદેશની પોલીસે ધરપકડ કરી લીધી છે. હીરો અલોમ નામે ઓળખાતા આ એક્ટરે રવિન્દ્રનાથ ટાગોર અને કાઝી નઝરૂલ ઈસ્લામના ગીતો સાથે છેડછાડ કરી વીડિયો બનાવ્યો હતો.

બાંગ્લાદેશમાં આ બન્ને સર્જકોનું ઊંચુ સન્માન છે. કેમ કે ટાગોરે બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત લખ્યું હતું, જ્યારે કાઝી નઝરૂલ ત્યાંના રાષ્ટ્રકવિ છે.
ગીતો તેની ધૂનથી વિપરિત રીતે ગવાય તો એ કળાનું અપમાન જ છે. હીરો અલોમે ક્લાસિકલ ગીતો બેસૂરી રીતે અને રિમિક્સ સંગીત સાથે ગાયા હતા અને તેમાં પોલીસનો ડ્રેસ પણ પરવાનગી વગર પહેર્યો હતો માટે પોલીસે તેને પકડીને હવે આવી ગરબડ ન કરવાની શરતે છોડ્યો છે.
VIDEO: 🇧🇩 An out-of-tune Bangladeshi singer with a huge internet following has been hauled in by police at dawn and told to cease his renditions of classical songs, sparking a furore on social media #HeroAlom pic.twitter.com/qfXYASaBkq
— AFP News Agency (@AFP) August 5, 2022
હીરો અલોમના ફેસબૂક પર 20 લાખ અને યુટ્યુબ પર 15 લાખથી વધારે ફોલોઅર્સ છે. પરંતુ ગરબડ કરી એટલે પોલીસે તેની લોકપ્રિયતા ધ્યાનમાં લીધા વગર કાયદાની રીતે કાર્યવાહી કરી હતી.
Read Also
- જૂનાગઢ/ ભૂખ હડતાળ પર ઉતરેલા વેટરનરી ઇન્ટર્ન તબીબોમાંથી 2ની તબિયત લથડી, સિવિલ હોસ્પિટલમાં દાખલ
- ઉર્વશી રૌતેલાએ ઋષભ પંતને આપ્યો જડબાતોડ જવાબ, ‘છોટુ ભૈયા’ કહેતા કહ્યુ- હું મુન્ની નથી જે બદનામ…
- કેન્દ્ર સરકાર તેલંગણા સાથે ભેદભાવ કરતી હોવાનો કેસીઆરનો આરોપ
- મફત શિક્ષણ, પીવાનું પાણી અને સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ કરાવવી એ ફ્રી રેવડી નથી વેલ્ફેર સ્ટેટની જવાબદારી છે
- 28 ઓગસ્ટે તોડી પડાશે નોઈડાના વિવાદિત સુપરટેકના ટ્વિન ટાવર્સ, સુપ્રિમ કોર્ટે આપી લીલી ઝંડી