GSTV

સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભિયાન, આઈએસઆઈનો હાથ

Last Updated on July 23, 2019 by Alap Ramani

તાજેતરના સમયગાળામાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભિયાનમાં વધારો થયો છે. આની પાછળ વિદેશી હાથનો અંદેશો વ્યક્ત કરવામાં આવ્યો છે. એક ન્યૂઝચેનલે પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે ભારતમાં સોશયલ મીડિયા પર મોદી સરકાર વિરુદ્ધ અભિયાન ચલાવી રહેલી લોબીનો પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઈન્ટર-સર્વિસિસ ઈન્ટેલિજન્સ સાથે સંબંધિત ઘણાં ટ્વિટર પ્રોફાઈલ્સ દ્વારા સતત પ્રોત્સાહન મળી રહ્યું છે.

અહેવાલમાં કેટલાક દલિત કાર્યકર્તાઓએ 20મી માર્ચે મહાડ સત્યાગ્રહની ઉજવણી કરી હતી અને આ પ્રદર્શન સોશયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયું હતું. સોશયલ મીડિયા પર તેની તપાસ કરવામાં આવતા અહેવાલમાં પાકિસ્તાન સાથે તેના જોડાયેલા હોવાના પુરાવા મળ્યાનો દાવો કરાયો છે.

નક્સલીઓ સાથે સહાનુભૂતિ ધરાવનારાઓને કસ્ટડીમાં લેવાયા બાદ પ્રદર્શનો દરમિયાન પાકિસ્તાનથી આવી ગતિવિધિઓમાં વધારો થયો છે. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે પણ ભારતને કમજોર કરનારી લોબીને વિદેશી શક્તિઓનો સહયોગ મળવાની વાત કહી હતી.

 

Related posts

Bank Holiday: ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ, સાતમ-આઠમ પર પાંચ દિવસનું લોંગ વિકેન્ડ આવશે

Pravin Makwana

ખુશખબર/ બાળકો માટે કોરોના વેક્સિન પર સૌથી મોટા સમાચાર, આ મહિનામાં આવી જશે વેક્સિન

Damini Patel

પૂર પ્રકોપ/ બિહારના 11 જિલ્લાઓમાં પૂરથી 15 લાખ લોકો થયા પ્રભાવિત, મહારાષ્ટ્ર- ગોવામાં એરફોર્સ નેવીએ સંભાળ્યો મોરચો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!