બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. બંને બહેનોએ સોશિયલ મીડિયા પર ટિપ્પણીને લઈને મુંબઈમાં ચાલી રહેલા ત્રણ અપરાધિક કેસને હિમાચલ પ્રદેશમાં ટ્રાન્સફર કરવાની માંગ કરતી અરજી કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે જો ટ્રાયલ મુંબઈમાં ચાલે છે તો તેમને શિવસેનાના નેતાઓના અંગત પ્રતિશોધને કારણે જીવનું જોખમ છે.

ટ્વીટ્સ વિવાદમાં કંગના સુપ્રીમ કોર્ટના શરણે
છેલ્લા ઘણા સમયથી કંગના રનૌત પોતાની ફિલ્મ્સ કરતા વિવાદોને કારણે વધુ ચર્ચામાં રહે છે. તેની પર ઘણા કેસ નોંધાયેલા છે. સોશિયલ મીડિયા પર ટિપ્પ્ણીના કેસના સંદર્ભમાં કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં કેસ મુંબઈથી હિમાચલ પ્રદેશ ટ્રાન્સફર કરવાની માંગ કરવામા આવી છે. કંગના રનૌત પર આરોપ છે કે, તે પોતાના ટ્વિટર અકાઉન્ટ થકી દેશમાં સતત નફરત અને દેશદ્રોહ ફેલાવી રહી છે. તેના ટ્વિટ્સ દેશના ભાગલા કરવાનું કામ કરી રહ્યાં છે.

કર્ણાટક સરકારનો કંગનાને મોટો ઝટકો
બીજી તરફ કર્ણાટક હાઈકોર્ટે કંગનાની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. જ્યુડિસિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દ્વારા પોલીસને કંગનાએ કૃષિ કાયદાઓ વિરુદ્ધ કરેલ ટ્વિટ્સ મામલે એફઆઈઆર નોંધવા આદેશ કરાયો હતો. હવે કર્ણાટક હાઈકોર્ટે આ મામલે કંગના વિરુદ્ધ કાર્યવાહીને અટકાવવાનો ઈન્કાર કરી દીધો છે. કંગનાએ આ મામલે પણ પ્રતિક્રિયા આપી છે. તેણે ટ્વિટ કરી હતી કે,‘વધુ એક દિવસ એક નવી એફઆઈઆર, કાલે જાવેદ કાકાએ મહારાષ્ટ્ર સરકારની મદદથી મારી વિરુદ્ધ વોરન્ટ જાહેર કરાવ્યું અને હવે કૃષિ કાયદાના સમર્થનને કારણે ફરિયાદ નોંધાઈ. એટલે કે જે લોકો કાયદા વિરુદ્ધ જુઠ્ઠાણાં ફેલાવે છે અને ખેડૂતોના મોતના કારણ એવા રમખાણો માટે જવાબદાર હોય છે તેમને કંઈ જ નથી થતું. આભાર.’
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ