સોશિયલ મીડિયા પર પણ લાગુ થશે આચાર સંહિતા, નહીં માનો તો લેવાશે એક્શન

social media code of conduct

ભારે રાહ જોવડાવ્યા બાદ આખરે 2019 લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે પત્રકાર પરીષદ કરીને માહિતી આપી છે કે આ વખતે ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાતની સાથે જ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. પત્રકાર પરીષદ દરમ્યાન મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ સોશિયલ મીડિયા પર પણ આચાર સંહિતા લાગુ કરવાની વાત કહી છે.

તેમણે કહ્યું કે દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આ દરમ્યાન કોઈ પણ રાજકીય પાર્ટીઓની જાહેરાત પોસ્ટ કરતા પહેલા માહિતી આપવી પડશે. મંજૂરી મળ્યા બાદ તેઓ માહિતી આપી શકશે. ચૂંટણી પંચે ગૂગલ અને ફેસબુકને આવા જાહેરાતદાતાઓની ઓળખ કરવા માટે કહ્યું છે.

આ સિવાય ફેક ન્યૂઝ અને હેટ સ્પીચને નિયંત્રિત કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને અધિકારીની નિમણુંક કરવા માટે કહેવામાં આવ્યું છે. ચૂંટણી પંચે સામાન્ય જનતા અને પાર્ટીઓ માટે કેટલીક એપ્સ અને ડીજીટલ પોર્ટલ્સની પણ જાણકારી આપી છે. આવુ જ એક વેબ પોર્ટલ ‘સમાધાન’ સામાન્ય જનતા માટે રહેશે. આ પોર્ટલ ફીડબેક માટે હશે.

મુખ્ય ચૂંટણી કમિશનરે આ માહિતી આપી છે કે આ વખતે એક એપ પણ લૉન્ચ કરવામાં આવશે, જેના પર કોઈ પણ મતદાતા કોઈ પણ નિયમના ઉલ્લંઘનને કેમેરાથી રેકોર્ડ કરીને પંચને સીધુ મોકલી શકશે. આ રીતે ‘સુવિધા’ એપ અલગ-અલગ પાર્ટીઓ માટે તૈયાર રહેશે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પાર્ટીના પ્રતિનિધિ, ઉમેદવાર અને ચૂંટણી એજન્ટ ચૂંટણી ઉદ્દેશ્ય માટે અલગ-અલગ મંજૂરી માટે અરજી કરી શકે છે.

દિવ્યાંગો માટે ખાસ એપ

લોકસભા 2019ની ચૂંટણી દરમ્યાન દિવ્યાંગ મતદાતાઓની મદદ માટે પણ એપ તૈયાર કરવામાં આવી છે. ચૂંટણી પંચે પર્સન વિથ ડિસેબ્લિટી (પીડબ્લ્યૂડી) નામથી પણ એક એપ તૈયાર કરી છે. જેમાં એવા મતદારોને પોલિંગ બૂથ પર અમૂક સુવિધાઓ આપવામાં આવશે. એપ દ્વારા પોલિંગ બૂથ સુધી વાહન તૈયાર કરાવવાનું, પાણીની સુવિધા, રેમ્પની સુવિધા, વ્હીલચેરની સુવિધા અને બ્રેલ બ્રેલેટ પેપર અને બ્રેલ વોટર સ્લિપની સુવિધાઓ તૈયાર કરાવવામાં આવશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter