GSTV

શહર મેં તેરી જીત સે જ્યાદા ચર્ચે તો મેરી હાર કે હૈ : લિ. નીતિન પટેલ, સોશિયલ મીડિયા પર રમૂજી મેસેજ વાયરલ

nitin-patel-with-bhupendra-patel

Last Updated on September 15, 2021 by Bansari

ગુજરાતના રાજકારણમાં આવેલા પરિવર્તનને ત્રણ દિવસ વીતી ચૂક્યા હોવા છતાં સોશિયલ મીડિયાથી માંડીને ચાની કિટલીમાં તેની જ ચર્ચા હજુ ચાલી રહી છે. નીતિન પટેલ માટે મુખ્યમંત્રીપદ ફરી ફરી વ્હેંત છેટું રહી જતાં સોશિયલ મીડિયામાં તેમના અંગે કેટલાક રમૂજી મેસેજ વાયરલ થયા છે.

બાપા આવ્યા  (કેશુભાઇ પટેલ), બાપુ આવ્યા (શંકરસિંહ વાઘેલા), સાહેબ આવ્યા (નરેન્દ્ર મોદી), બહેન આવ્યા (આનંદીબહેન પટેલ)…અને હવે દાદા ( ભૂપેન્દ્ર પટેલ) પણ આવી ગયા… બસ રહી ગયા ખાલી કાકા (નીતિન પટેલ).

મશહૂર હુએ વો જો કભી કાબિલ ના થે…

કમબખ્ત મંજીલ ભી ઉન્હે મિલી જો દૌડ મેં કભી શામિલ ભી ના થે.

  • લિ. નીતિન પટેલ
નીતિન પટેલ
  • વિજયભાઇએ રાજીનામું આપતાં કહેલું કે આ તો રીલે દોડ છે. નીતિન પટેલ  આ રીલે રેસમાં બેટન માટે ત્રણેય વાર તૈયાર થઇને ઉભા હતા. પરંતુ એમને ટપી જઇને કોઇના બીજાના હાથમાં જ ખુરશી જતી રહી!
Nitin-kaka-with-dada
  • મુખ્યમંત્રી બનવા માટે મિનિમમ ઊંચાઇ કેટલા ફૂટ હોવી જોઇએ? આ તો… નીતિનભાઇ વારંવાર રહી જાય છે એટલે પૂછ્યું.
  • સુરતથી કર્ણાવતના ચાલુ ડબ્બામાં આવતી વખતે હું તો જે તે ડબ્બામાંથી સુરત ઉતરનાર પેસેન્જરને મારો રૃમાલ આપીને બેસવા માટે સીટ મેળવી લેતો. આજે અચાનક જ રસ્તે ચાલતા મને ભેટી ગયેલા નીતિન કાકાને મેં આપેલું જ્ઞાાન.
  • કડવા તો બેઉ…પણ એકને કડવો ઘૂંટડો પીવાનો, બીજાને મીઠો કોળિયો ભરવાનો! નસિબ આને જ કહેતા હશે? શી ખબર? નસિબ તો ઠીક, રાજકારણમાં તો આવું જ હોય છે.
  • ઈતના ભી ગુમાન ન કર અપની જીત પર એ બેખબર, શહર મેં તેરી જીત સે જ્યાદા ચર્ચે તો મેરી હાર કે હૈ.

READ ALSO :

Related posts

ચીનની મોટી છલાંગ / 90 દિવસની અકવાસી સફર ખેડી 3 ચાઈનીઝ એસ્ટ્રોનોટ ધરતી પર પરત ફર્યા

Pritesh Mehta

હાઈકોર્ટે આપ્યો પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ, માતા-પિતાને દરરોજ આપતો હતો પીડા

Zainul Ansari

Challenge / અજમાવી જુઓ દારા સિંહ થાલી, જો 30 મિનિટની અંદર સમાપ્ત કરો તો નહીં ચૂકવવા પડે પૈસા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!