GSTV

શરીરશાસ્ત્રી/ ભીડમાં રખડીને કોઈની પથારી ફેરવશો નહીં, નહીં તો તમારે જ પથારી (બેડ) શોધવી મુશ્કેલ બની જશે!

Last Updated on May 6, 2021 by Bansari

કોરોના કાળમાં કોઈ આત્મજ્ઞાની થઈ ગયા છે, કોઈ શરીરશાસ્ત્રી બની ગયા છે, કોઈ દુઃખી છે, કોઈ આ કપરાં કાળમાં હસવા હસાવવા પ્રયાસો કરી રહ્યા છે.સોશ્યિલ મિડીયા અને લોકચર્ચામાં વહેતી કેટલીક વાતો. કોરોના સ્થિતિ જેવા ગંભીર થયા વગર વાંચવા જેવી.

કોરોના

(૧) હમણાં કોઈ એક્સપર્ટે કહ્યું કે કોરોના હવાથી ફેલાય છે. રમૂજીએ કહ્યું હવાથી નહીં પણ ‘મને કાંઈ નહીં થાય’ તેવી હવાથી ફેલાય છે. (૨) અગાઉ લોકોને પૈસાની હવા હતી. હવે કોરોનામાં હવાના પૈસા થાય છે ! (૩) કોરોનાથી બચવા કોઈ તાળી પાડવાનું કહે, કોઈ મિથીલીન બ્લુને રામબાણ સમજે, કોઈ શ્વાસ રોકી શકો તો કોરોના નથી તેવા મેસેજ વાયરલ કરે તો કોઈ નાકમાં કપુર,અજમાનો નાસ લેવાનું કહે. કોઈ સીધી સાદી સલાહ આપે, વૃક્ષો નીચે રહો તો ઓક્સીજન ઘટે નહીં. કોઈ સલાહ આપે, મિત્રો અને પરિવારજનોનો પ્રેમ -હૂંફ જ સૌથી મોટુ એન્ટીબોડી છે. એક રોગ અને અગણિત ઉપાયો. (૪) આ વચ્ચે કોઈ વળી કટાક્ષ કરે, નાકમાં લિંબુ નાંખ્યું, અજમોય નાંખ્યો, કપુર પણ મુક્યું,..હવે તો વઘાર મુકવાનો જ બાકી છે! (૫) ઓક્સીજનનું વિતરણ બૂટલેગરોને સોંપી દો, દારૂબંધી છતાં તંગી નહીં સર્જાવા દેનાર તેની તંગી નહીં થવા દે!

(૬) સાલુ..સમજાતું નથી..માણસ છું કે હું જંતુ બની ગયો..જ્યાં જાઉ ત્યાં શરીર પર દવાનો છંટકાવ જ થાય છે. ચર્ચામાં કોઈ કટાક્ષ કરે છે-જીવજંતુ અત્યારે રાજી થતા હશે, પહેલા આપણે તેમને ભગાડવા દવા છાંટતા,હવે આપણાં ઉપર છંટાવીએ છીએ. (૭)નેતાઓ રેલી કાઢે, સભાઓ ભરે, એક્ટરો શૂટીંગ કરે…ખેલાડીઓ આઈપીએલ રમે અને આપણે સૌ કામધંધો છોડી ઘરમાં રહીને કોરોનાને હરાવી રહ્યા છીએ! (૮) પોલિયો, ફાઈલેરિયા વગેરેની રસી તો ઘરે ઘરે આપતા…કોરોનાની રસી માટે નોંધણી કરાવી અને કેન્દ્ર પર કેમ બોલાવે છે તે સમજાતું નથી. (૯) અગાઉ અઘરી પરીક્ષા લેનાર બોર્ડને વિદ્યાર્થીઓની હાય લાગી છે..પરીક્ષા લેવી જ અઘરી થઈ ગઈ!

(૧૦)એકબીજાને કોરોનાથી બચાવવા અડવાનું છોડી દીધું, હવે નડવાનું છોડી દઈએ તો અહીં જ સ્વર્ગ . (૧૧)વડવાઓ કહેતા ઘર જ એક મંદિર છે. હવે માનવું પડે છે ને! (૧૨)સ્ટેડિયમ, સ્ટેચ્યુ, ગિફ્ટ સિટી, સફેદ રણ, રોરો ફેરી બધુ બંધ, જુના વખતમાં બનેલા દવાખાના, હોસ્પિટલો, સરકારી ઓફિસો, ડેરી, જળાશયો વગેરે ચાલુ. (૧૩) આદિ માનવ જેવા થઈ ગયા છીએ આપણે..બહાર માત્ર ખોરાક માટે શિકાર ન બનીએ તે ડર સાથે નીકળવાનું અને ઘરની ગુફામાં લપાઈ જવાનું.

(૧૪) પ.બંગાળની ચૂટણી અંગે ઘણી કોમેન્ટો થઈ..જેમાં એક. હમને દો મઈ, દીદી ગઈ..બોલા થા..ટીએમસી ગઈ નહીં બોલા થા..! (૧૫) યમરાજની લોકોને વિનંતિ-હે માનવો..ઘરમાં રહો, હું ઘણા સમયથી ઘરે જ નથી ગયો..હું અને મારો પાડો બન્ને પ્રાણ હરતા હરતા થાકી ગયા છીએ. (૧૬)કારણ વગર કે લક્ષણો હોય તોય ભીડમાં રખડીને કોઈની પથારી ફેરવશો નહીં, નહીં તો તમારે જ પથારી (બેડ) શોધવી મૂશ્કેલ બની જશે!

કોરોના

(૧૭) કોરોના અને લગ્ન બન્ને સરખા, બન્નેની અક્સીર દવા નથી, બન્ને માણસોના મળવાથી થાય, બન્ને ભીડમાં થાય, સમય પસાર થાય તેમ અસર વધે..એકમાં ૧૪ દિવસ બીજામાં જિંદગી ભર ક્વોરન્ટાઈન.. બન્નેમાં હૃદય પર અસર થાય..એકમાં દેશી ઉકાળો લેવાય, બીજામાં લોહી ઉકાળો થાય! (૧૮) કમનસીબી તો જુઓ..ઢગલામોઢે ટેક્સ ચૂકવ્યા પછીય પૈસા ખર્ચતા હોસ્પિટલમાં બેડ ન મળે!

Read Also

Related posts

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદામાં થઇ વૃદ્ધિ, 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ કરવા પર નહિ લાગે કોઈપણ ચાર્જ

Zainul Ansari

ક્વાડ પર અકળાયું ચીન, કહ્યું: સમયની વિરુદ્ધમાં છે આવા સમૂહોનું ગઠન, તેમને નહિ મળે સમર્થન

Pritesh Mehta

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!