GSTV
India News Trending Videos Viral Videos

Video: પોલીસે YouTuber બોબી કટારિયા વિરુદ્ધ નોંધી FIR, ફ્લાઈટમાં સિગારેટ પીતો વીડિયો થયો વાયરલ

અવાર-નવાર વિવાદોમાં રહેનારા સોશિયલ મીડિયા સ્ટાર બોબી કટારિયાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ દિલ્હી પોલીસે બોબી કટારિયા વિરુદ્ધ સિવિલ એવિએશન એક્ટની ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસમાં આજીવન કેદ સુધી સજાની જોગવાઈ છે.

શું છે ઘટના?

દુબઈથી દિલ્હી આવી રહેલા સ્પાઈસ જેટના પ્લેનમાં બોબી કટારિયાએ કાયદા અને નિયમોને તોડીને ડર્યા વગર સિગારેટ પીધી હતી. આટલુ જ નહી બોબી કટારિયાએ ફ્લાઈટની અંદર સિગારેટ પીધી અને પછી તેનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. બોબી કટારિયાના ઈન્સ્ટાગ્રામ પર 6 લાખથી વધુ ફોલોઅર્સ છે. 

ડીસીપી એરપોર્ટ તનુ શર્માના જણાવ્યા અનુસાર, 13 ઓગસ્ટના રોજ સ્પાઈસ જેટના લીગલ સેલ મેનેજર જસબીર સિંહે આઈજીઆઈ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, બોબી કટારિયા આ વર્ષે 21 જાન્યુઆરીએ દુબઈથી દિલ્હી જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટ SG-706 સિગારેટ પીને તેનો વીડિયો વાયરલ કર્યો હતો. આ રીતે તેઓ મુસાફરો અને ફ્લાઈટને જોખમમાં મૂકે છે અને હવે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.

આ ઘટનામાં દિલ્હી પોલીસે U/s 3(1)(C ) of “The Suppression of Unlawful Acts Against Safety of Civil Aviation Act 1982” હેઠળ કેસ નોંધ્યો છે, આ કલમોમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. 

READ ALSO

Related posts

કોંગ્રેસ મુખ્યમંત્રી બદલવામાં હંમેશા ફેલ કેમ થઈ? 1 નહીં 6 વાર કરી આ ભૂલ

Hemal Vegda

I&B Ministry : સરકારે 10 યુટ્યુબ ચેનલો – 45 વીડિયોઝને બ્લોક કર્યા, ફેક ન્યૂઝ દ્વારા ધાર્મિક ફેલાવતા હતા ઉન્માદ

GSTV Web Desk

ડાયાબિટીસના દર્દીઓ નવરાત્રિ વ્રત ઉપવાસમાં આ બાબતોનું રાખે ધ્યાન, હેલ્થ જાળવવામાં મળશે મદદ

HARSHAD PATEL
GSTV