GSTV
Home » News » ફેસબુકની મોટી ભૂલને કારણે, લાખો Instagram વપરાશકર્તાઓને પાસવર્ડ લીક થયો

ફેસબુકની મોટી ભૂલને કારણે, લાખો Instagram વપરાશકર્તાઓને પાસવર્ડ લીક થયો

ફેસબુક અંગે એક પછી એક નકારાત્મક ખબરો સામે આવી રહી છે. ત્યારે કરોડો એક્ટીવ યુઝર્સવાળી સોશિયલ નેટવર્કિગ સાઇટ ડેટા સિક્યોરિટીના મામલે નબળી સાબિત થઇ રહી છે.ક્રેબ્સ ઓન સિક્યોરિટી મુજબ ફેસબુકે હજારો લાખો યુઝર્સના પાસવર્ડને પ્લેન ટેક્સ્ટના રૂપમાં સ્ટોર કરીને રાખ્યા હતા.. જે સહેલાઇથી વાંચી શકાય તેમ હતા.

જ્યારે કંપનીમાં કામ કરી રહેલા જે લોકોની પાસે ફેસબુકની ઇન્ટરનલ ફાઇલનું એક્સેસ છે તેઓ આ પાસવર્ડ સુધી સરળતાથી પહોંચી શકતા હતા.. ફેસબુકના લેટેસ્ટ બ્લોગપોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીને જાણવા મળ્યું છે કે ઇન્સ્ટાગ્રામ યુઝર્સના પાસવર્ડ લોગ્સ રીડેબલ ફોરમેટમાં સેવ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તેમને વાંચી શકાય તેમ હતા.

ત્યારે કંપનીનું માનવું છે કે લાખો યુઝર્સ તેનાથી પ્રભાવિત થયા છે.. ફેસબુક પર લીક્ડ પાસવર્ડ્સના મામલે ખાસ વાત એ છે કે આ પાસવર્ડ્સ 2012 સુધીના છે.. તેનો મતલબ કે 2012ની બાદના યુઝર્સના પાસવર્ડ આ લિસ્ટમાં સામેલ હોઇ શકે છે.. ત્યારે ફેસબુકે પોતાના બ્લોગમાં લખ્યું છે કે યુઝર્સને આ અંગે પરેશાન થવાની જરૂરિયાત નથી.. ફેસબુક તે દરેક યુઝરને નોટિફિકેશન મોકલશે કે જેમના પાસવર્ડ લીક થયા છે.

READ ALSO

Related posts

નિલકંઠવર્ણી વિવાદ મુદ્દે આજે મોરારિ બાપુએ આપી આ પ્રતિક્રિયા

Nilesh Jethva

ચંદ્રયાન-2નું ઓર્બિટર ચંદ્રની ડાર્ક સાઈડના ભાગની તસવીરો મોકલશે, ઓર્બિટરનું કાર્ય થયું શરૂ

GSTV Desk

મહારાષ્ટ્ર ચૂંટણી: સીટોની વહેંચણી મુદ્દે અવઢવ, શું ભાજપનો નિર્ણય શિવસેના માન્ય રાખશે?

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!