GSTV
Home » News » ‘મૂંછે હો તો અભિનંદન જૈસી’ વિંગ કમાન્ડરના સ્વદેશ પરત ફરતાં જ બની ગયો નવો ફેશન ટ્રેન્ડ

‘મૂંછે હો તો અભિનંદન જૈસી’ વિંગ કમાન્ડરના સ્વદેશ પરત ફરતાં જ બની ગયો નવો ફેશન ટ્રેન્ડ

abhinandan military honor

ભારતીય વાયુસેનાના જાંબાઝ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની મૂંછ પર સોશિયલ મીડિયા પર ફિદા થઇ ગયું છે. ફેસબુક અને ટ્વિટર પર લોકો ખુલીને અભિનંદનની મૂંછની પ્રશંસા કરી રહ્યાં છે અને કહી રહ્યાં છે કે મૂંછો હોય તો અભિનંદન જેવી, નહી તો ન હોય.

ઘણાં લોકોએ કહ્યું કે અભિનંદનની મૂંછ પર એટલા લોકો ફિદા છે કે તે ફેશન ટ્રેન્ડ બની જશે. એક યુઝરે લખ્યું કે, દેશ કહી રહ્યો છે કે નત્થુ લાલ જેવી નહી હવે તો મૂછો અભિનંદન જેવી.

જણાવી દઇએ કે પ્લેન ક્રેશ થયા બાદ પાકિસ્તાનમાં ફસાઇ ગયેલા વાયુસેનાના જાબાંઝ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન શુક્રવારે રાત્રે આશરે 9.30 વાગ્યે ભારત પરત ફર્યા. હિરાસતમાં લીધા બાદ પાકિસ્તાને તેને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો.

એક યુઝરે લખ્યુ, ભારતના આ સિંહની ફક્ત મૂંછો જોઇને પાકિસ્તાન ડરી ગયું. ‘અભિનંદન સ્ટાઇલ મૂંછ’નો ક્રેઝ હાલ સાતમા આસમાને છે. મેન્સ પાર્લર્સ પર અભિનંદન જેવી મૂછો માટે યુવકોમાં જાણે કે હોડ લાગી છે.

અન્ય એક યુઝરે લખ્યું કે, મૂંછ નહી મિસાઇલ છે. યુઝરે લખ્યું કે, મૂંછો પર તાવ દઇને જાંબાઝે પાકિસ્તાનને ખદેડ્યુ અને મૂંછો પર તાવ દઇને જ તેણે પાકિસ્તાનને તેની જ જમીન પર ઘુસીને માર્યુ.

જણાવી દઇએ કે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને સદ્ભાવના તરીકે વિંગ કમાન્ડરને પરત સોંપવાની ઘોષણા કરી હતી. કહેવામાં આવે છે કે ખાને બંને દેશો વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં લઇને  નિર્ણય લીધો.

વિંગ કમાન્ડર અભિનંદને વાઘા બોર્ડરથી શુક્રવારે રાતે ભારતમાં એન્ટ્રી કરી હતીં. વાઘા બોર્ડર પર અભિનંદનના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો હાજર હતાં.

Read Also

Related posts

ભાજપનાં સાંસદે જવાન સાથે બોલાચાલી કરી, ડીએમમાંથી ઓર્ડર આવ્યો કે હવે એકેય બૂથમાં ઘૂસતા નહીં

Alpesh karena

હવે Whatsapp પર ચેટિંગ દરમિયાન નહી કરી શકો આ કામ, આવશે નવું ફીચર

Bansari

પોરબંદર બેઠક પર ક્રિટીકલ પોલીંગ બૂથ મામલે હાઇકોર્ટમાં ધા, કોર્ટે ચૂંટણી પંચને ફટકારી નોટીસ

Riyaz Parmar