GSTV
Ahmedabad Trending ગુજરાત

લાલ બત્તી સમાન કિસ્સો / સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિ સાથે ફ્રેન્ડશિપ કરતા 100 વાર વિચારજો! આરોપીઓએ ખૂબ જ હલકી કક્ષાનું કર્યું કૃત્ય

સોશિયલ મીડિયા

ઈન્સ્ટાગ્રામ પર યુવતીઓ સાથે મિત્રતા કેળવી યુવતીના ન્યૂડ ફોટાને સોશિયલ મીડિયા પર વાયરલ કરી યુવતીને બદનામ કરનાર બે આરોપીઓ પોલીસને હાથે ઝડપાયા છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમે વિજય થાપા અને અભય કપૂર નામના આરોપીઓની ધરપકડ છે.

સોશિયલ મીડિયા

મળતી માહિતી મુજબ આ બંને આરોપી ખોખરા અને અમરાઈવાડીના રહેવાસી છે. આરોપી અભય કપૂર યુવતીનું ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી યુવતીનો ફોટો મૂકી અન્ય યુવતીઓ સાથે બિભસ્ત ચેટ કરતો હતો. જ્યારે આરોપી વિજય ફરિયાદી યુવતીને ન્યૂડ વીડિયો કોલ કરવાનું કહેતો હતો અને જો તેમ ના કરે તો યુવતના અંગત ફોટો વાયરલ કરવાની ધમકી આપતો હતો.

સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે યુવતીએ આરોપી વિજય સાથે ન્યૂડ વિડિયો કોલ કરવાની ના પાડતા યુવતીને બદનામ કરવા માટે આવું કૃત્યું કર્યું હતું. જ્યારે આરોપી અભય કપૂરે તો યુવતીએ મિત્રતા રાખવાની ના પાડતા યુવતીની જાણ બહાર યુવતીના ફોટો અને નામ વાળું ફેંક એકાઉન્ટ બનાવી અન્ય યુવતીઓ સાથે બિભસ્ત ચેટ કરી ભોગ બનાર યુવતીને બદનામ કરવાનું કૃત્ય રચ્યું હતું.

પોલીસ

સાયબર ક્રાઈમની ટીમે બંને આરોપીઓની ધરપકડ કરી યુવતીઓની વધુ બદનામી થતી અટકાવી છે અને બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પરંતુ આ ઘટનાઓ જોતા એવું ચોક્કસ કહી શકાય કે સોશિયલ મીડિયા મારફતે અજાણ્યા શખ્સ સાથે મિત્રતા કેળવવી એ યુવતી માટે લાલા બત્તી સમાન છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

પશુપાલકો આનંદો/ રાજકોટ ડેરીએ સતત પાંચમી વખત કિલો ફેટના ભાવ વધાર્યા, પ્રતિ લિટર રૂ।. 50થી 62 રૂપિયા કર્યા

pratikshah

નવો નિયમ/ કર્મચારીઓની બલ્લે-બલ્લે! હવે 1 વર્ષની નોકરી પર પણ મળશે ગ્રેચ્યુઇટી, સરકારે આપી જાણકારી

Bansari Gohel

સ્વાસ્થ્ય/ નાળિયેર પાણી પીયને મલાઈ ફેંકવાની ભૂલ ન કરતા, ફાયદા જાણી ચોકી જશો

Damini Patel
GSTV