GSTV
Home » News » સોશ્યલ મીડિયા પર એક્ટિવ થયું ખરીદ વેચાણ સંઘ, અનેક લોકો સાથે છેતરપિંડી થયા બાદ સાયબર સેલ જાગ્યું

સોશ્યલ મીડિયા પર એક્ટિવ થયું ખરીદ વેચાણ સંઘ, અનેક લોકો સાથે છેતરપિંડી થયા બાદ સાયબર સેલ જાગ્યું

સોશ્યલ મીડિયાની દુનિયામાં હવે ઉપયોગ સાથે દુરૂપયોગ વધારે થઇ રહ્યો છે. લોકોને લૂટવા માટે હવે હથિયારની જરૂર નથી. માત્ર ટેકનોલોજીનો દુરૂપયોગ કરીને લાખો રૂપિયા આસાનીથી ગઠિયાઓ લૂટી રહ્યા છે. આ પ્રકારે છેતરપીંડીના કિસ્સા ખરીદ વેચાણ માટેની વેબ સાઈટ પર વધી રહ્યા છે. જેની અરજીઓમાં વધારો થઇ રહ્યો છે.

એક પ્રકારે નહિ પરંતુ અનેક પ્રકારે સોશ્યલ મીડિયામાં ઠગાઇ થઇ શકે છે. છેલ્લા ઘણા સમયથી સાયબર સેલમાં ખરીદ વેચાણ કરતી વેબ સાઈટ પર સાયબર ફ્રોડ કરનારા સક્રિય થયા છે. જેના કારણે અનેક નિર્દોષ લોકો છેતરાઈ રહ્યા છે. આવી વેબ સાઈટ પર  લોકોને પોતાની વસ્તુ વેચવી હોય તો તેની વિગતો મુકતા હોય છે. એવામાં ગઠિયાઓ જે તે એકાઉન્ટ પર જઈને તેની વિગત મેળવી પોતે મુકેલા ફોટોની વિગતો સાચી છે કે કેમ તેની ખરાઈ કરવા માટે વસ્તુની વિગતો અને બીલ સહિતના ડોક્યુમેન્ટ મેળવી લે છે. અને બાદમાં એજ નામે અને વસ્તુ સાથેનું એક ડમી એકાઉન્ટ બનાવાને વેચવા માટે મુકે છે. અને જો કોઈ એ વસ્તુ મેળવવા માટે ઈચ્છુક હોય તો તેની પાસે અલગ અલગ બહાને રૂપિયા મેળવી લે છે. અને બાદમાં એકાઉન્ટ બંધ કરાવી દે છે.

થોડા સમય અગાઉ આજ પ્રકારની વેબ સાઈટના માધ્યમથી છેતરપીંડી થઇ હતી. જેની વાત કરીએ તો કોઇપણ વ્યક્તિ કોઈ વસ્તુ લેવા માટે રાજી થાય તો તેને મુલાકાત માટે બોલાવવામાં આવતા હતા. અને બાદમાં તેને વસ્તુતો આપવામાં આવતી નહોતી. પરંતુ તેની પાસે રહેલા કિંમતી દાગીના કે અન્ય વસ્તુઓ હથિયારની અણીએ લૂટી લેવામાં આવતા હતા.

પરંતુ અચાનક જ આ પ્રકારની છેતરપીંડી ચાલુ થતાં ફરિયાદોનો ઢગલો થયો અને પોલીસ સક્રિય થઇ. આ ગેંગને ઝડપી લેવામાં આવી હતી. એ બાદથી આ પ્રકારના ગુનામાં ઘટાડો થયો છે. જેને લઈને હવે ગઠિયાઓએ હવે આવી વેબ સાઈટ પર નવી પ્રકારેની લોકોને લૂંટવાની પદ્ધતિ અપનાવી છે.

READ ALSO

Related posts

આ મહિલાએ દુનિયાને જણાવ્યું પાકિસ્તાનમાં મહિલાઓ પર થતા અત્યાચારો વિશે, રાતોરાત ભાગવું પડ્યું PAK માંથી

NIsha Patel

વાહ રે પાકિસ્તાન! એકપણ યાત્રી વિના ઉડ્યા 82 વિમાન, પડ્યો કરોડોનો ફટકો

Bansari

ભાજપના આ નેતાના મમતા પર આક્ષેપ, કહ્યું- મમતા સરકાર આરોપીઓને રક્ષણ આપી રહી છે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!