GSTV
Home » News » લોકસભા ચૂંટણી 2019ની દિશા નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે NRIs અને સોશિયલ મીડિયા, જાણો કેવી રીતે

લોકસભા ચૂંટણી 2019ની દિશા નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે NRIs અને સોશિયલ મીડિયા, જાણો કેવી રીતે

આગામી લોકસભા ચૂંટણી 2019 વિશ્વની પહેલી એવી ચૂંટણી બનશે કે જેમાં સોશ્યલ મીડિયા,પ્રવાસી ભારતીય અને નાન્યેતર જાતિનાં લોકો(થર્ડ જેન્ડર) મહત્વપુર્ણ ભૂમિકા નિભાવશે. દેશનાં અંદાજીત 56 કરોડ સોશ્યલ મીડિયા વોરિયર સીધી રીતે ચૂંટણીને પ્રભાવિત કરશે. તેમાંથી 18થી  19 વર્ષનાં 1.5 કરોડ મતદારો સૌથી વિશેષ છે.  સોશ્યલ મીડિયા પર સક્રિય મતદાતાઓનો એક એવો સમુહ છે. જે પોતાનાં વિચારોથી એકબીજાને પ્રભાવિત કરશે.

સોશ્યલ મીડિયાનાં વધારે પડતા ઉપયોગને કારણે ચૂંટણી પંચે પોતાની આદર્શ આચારસંહિતામાં નવા નિયમોનો ઉમેરો કર્યો છે.  ચૂંટણી પંચમાં સોશ્યલ મીડિયાનો દુરૂપયોગ રોકવા માટે રીતે ઇન્ટરનેટ પ્રોવાઇડર કંપનીઓ સાથે ચર્ચા કરી છે. રાજકિય પક્ષો મોટા સોશ્યલ સાઇટ્સનાં માધ્યમથી ભરપૂર પ્રચાર પ્રસાર કરે છે. ટ્વિટર હેન્ડલ પર “મૈં ભી ચોકીદાર”તેનું તાજુ ઉદાહરણ છે.

ec notice to Om Prakash

ચૂંટણી પંચે દિશા-નિર્દેશો બદલવા પડ્યા

પુલવામા હુમલા પછી રાજકિય પાર્ટીઓનાં આરોપ-પ્રત્યારોપ મામલે ચૂંટણી પંચે દિશા-નિર્દેશ આપવા પડ્યા હતાં. યુવા મતદારોની મોટી સંખ્યાને ધ્યાને લઇને તમામ રાજકિય પક્ષો પ્રચાર રણનિતી ઘડી રહ્યા છે. સોશ્ય મીડિયા પર યુવા મતદારોને આકર્ષવા માટે રોજગારી,તકનીક અને તેમનાં ઉત્થાનની નિતીઓને યુવાનો સુધી પહોંચાડી રહ્યો છે.

દેશમાં 30 કરોડ ફેસબુક યુઝર્સ

દેશમાં સપ્ટેમ્બર-2018 સુધી દેશમાં 30 કરોડ લોકો ફેસબુકનો ઉપયોગ કરતા હતાં. 20 કરોડ લોકો ફેસબુક સાથે જોડાયેલા હતાં. તેવી જ રીતે  31 કરોડ લોકો ટ્વિટરનો ઉપયોગ કરે છે.જેમાંથી  60 ટકા કરતા વધારે લોકો એક કરતા વધારે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ સાથે જોડાયેલા છે. તેથી આ વખતની લોકસભા ચૂંટણીને કાંઇક અલગ રીતે જ જોવામાં આવે છે.

પ્રવાસી ભારતીયો પણ બાજી બગાડશે-સુધારશે

પ્રવાસી ભારતીયોનાં મત હાર-જીત માટે સીધી રીતે પ્રભાવિત નથી,પરંતુ તેમની હાજરી ચોક્કસ પાર્ટીઓ માટે બાજી બગાડવા-સુધારવાનું કામ કરશે. જેની ઝાંખી 2014ની ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીનાં ચૂંટણી પ્રચારમાં પણ જોવા મળી હતી.

ચૂંટણી પંચનાં આંકડા પ્રમાણે કુલ 74735 પ્રવાસી ભારતીય મતદારો છે.જેમાં 66866 પુરૂષ, 4849 મહિલા અને 20 કિન્નર સામેલ છે. આમાં કેરળનાં NRI મતદારોની સંખ્યા સૌથી વધારે 66584 જેટલી છે. આ સિવાય આંધ્રપ્રદેશ 2511 અને તેલંગાણામાં આ વોટર્સની સંખ્યા 1127 છે. પુરા દેશમાં થર્ડ જેન્ડરનાં મતદારોની સંખ્યા 39683 છે. જેમાંથી ઉત્તર પ્રદેશથી સૌથી વધુ 8374, તમિલનાડુથી 5472 અને 3761 આંધ્ર પ્રદેશથી છે. 

મહત્વપુર્ણ આંકડા

  • કુલ મતદારો 89.87 કરોડ
  • 2014ની સરખામણીએ 8.4 કરોડ મતદારો વધ્યા
  • 46,47,20,635 પુરૂષ મતદારો
  • 43,13,16,589 મહિલા મતદારો
  • 39,683 થર્ડ જેન્ડર વોટર્સ
  • 16.5 લાખ સર્વિસ મતદારો પણ છે.

જાતિ ગુણોત્તરમાં દિલ્હી સૌથી પાછળ

મતદાતા લૈંગીક અનુપાતમાં રાજધાની દિલ્હી ઘણી પછાત છે. દિલ્હીમાં પ્રતિ એક હજાર પુરૂષોએ 812 મહિલા મતદારો છે. યુપી, બિહાર, પંજાબ અને હરિયાણા સહિતના સાત રાજ્યોમાં, મતદારોનો જાતિ ગુણોત્તર 1000 પુરુષો દીઠ 800-900 મહિલા મતદારો છે.

READ ALSO   

Related posts

મોદી મંચ પર રામલીલા બતાવે છે,મંચની પાછળ સીગારેટ પીવે છે: આ નેતાએ PM મોદી પર કર્યા આકરા પ્રહારો

Riyaz Parmar

Weather Update: આવતા 48 કલાકમાં આવી શકે છે આ વિસ્તારોમાં તોફાન, બાદમાં હવામાનમાં થશે ફેરફાર

Nilesh Jethva

ચૂંટણીમાં 742 કરોડ રોકડા પકડાયા : ડ્રગ્સ પકડાવાના મામલે ગુજરાત મોખરે, 524 કરોડનું ડ્રગ્સ પકડાયું

Mansi Patel