GSTV

VIDEO: ભારતીય મહિલાઓ પાસે દરેક સમસ્યાનો તોડ છે, હવે આ રીતે પીઠી લગાવવાનું ચલણ થઈ જાય તો પણ નવાઈ ન પામતા !

કોરોના વાયરસના વધતા કેસને લઈ લોકોમાં ગભરાહટ તો છે જ પણ સાથે સાથે સામાજિક કાર્યો પણ સમયસર નિપટાવવા પડે છે. ત્યારે હવે જનતા પણ ઘરમાંથી બહાર નિકળીને રોજીંદા કામો પતાવી રહ્યા છે. આવું જ એક કામ છે લગ્ન પ્રસંગો. આમ તો જ્યારે લોકડાઉન હતું, ત્યારે પણ લગ્ન તો થઈ જ રહ્યા હતા, પણ હવે કોરોનાના સંક્રમણને રોકવા માટે લગ્ન પ્રસંગોમાં પણ ખાસ પ્રકારની કાળજી રાખવામાં આવી રહી છે. આવા પ્રકારની ખાસ કાળજી સાથેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં જોઈએ તો, આ વીડિયો લગ્ન પ્રસંગમાં શરૂઆતમાં જ આવતા પીઠીનો છે. આ વીડિયો જોઈને હસી હસીને આપ પાગલ થઈ જશો.

આ મજેદારને વીડિયોને 26 સપ્ટેમ્બરના રોજ શેર કરવામાં આવ્યો હતો. તેમણે કેપ્શનમાં લખ્યુ છે સોશિયલ ડિસ્ટન્સ હલ્દી સેરેમની. લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતી આ પીઠીની વીધી ખૂબ જ પસંદ આવી રહી છે. આ લેખ લખાય છે, ત્યાં સુધીમાં 59 હજારથી પણ વધારે વ્યૂઝ મળી ચુક્યા છે. અને લગભગ 3 હજારથી વધારે લાઈક પણ મળી ચુકી છે.

આપ અહીં આ વીડિયોમાં જોઈ શકશો કે, દુલ્હન બનવા થનગની રહેલી આ યુવતીએ પરિવારવાળા લોકો પેંન્ટ રોલર બ્રેશથી પીઠી લગાવી રહ્યા છે. હકીકતમાં જોઈએ તો, એક વાસણમાં પીઠી પલાળી રાખી છે. અને તેની સાથે પેન્ટ બ્રશ કે જેને એક ડંડા સાથે બાંધી રાખ્યો છે. ત્યારે આવા પ્રસંગ જે પણ સંબંધી પીઠી લગાવા આવે તે આ બ્રશથી યુવતીને પીઠી લગાવી જાય છે. આમ જોવા જઈએ તો, આ એક પ્રકારની મજાક હતી, પણ લોકોને આ આઈડીયા ખૂબ પસંદ આવી રહ્યો છે.

READ ALSO

Related posts

આઇપીએલમાં ટ્વીસ્ટ: બોલર્સના પ્રતાપે બેંગ્લોરને પછાડી સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી લીધી મેચ

pratik shah

IPL 2020: જસપ્રિત બુમરાહે જીતી લીધી પર્પલ કેપ, ઓરેન્જ કેપમાં લોકેશ રાહુલ મોખરે

pratik shah

લાહોરની ગલીઓમાં લાગ્યા અભિનંદન અને મોદીના પોસ્ટર, પાક.ગૃહમંત્રીએ આ નેતાને ભારત મોકલી આપવાની શિખામણ આપી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!