GSTV
Home » News » આજથી અન્ના હજારે ફરી એકવાર લોકપાલ મામલે શરૂ કરશે અનિશ્ચિતકાળના ઉપવાસ

આજથી અન્ના હજારે ફરી એકવાર લોકપાલ મામલે શરૂ કરશે અનિશ્ચિતકાળના ઉપવાસ

સામાજિક કાર્યકર અણ્ણા હજારે ફરી એકવાર આંદોલન કરવા જઇ રહ્યા છે. આજથી તેઓ મહારાષ્ટ્રમાં પોતાના ગામ રાલેગણ સિદ્ધિમાં અનિશ્ચિતકાળના ઉપવાસ શરૂ કરશે. મંગળવારે તેમણે કેન્દ્ર સરકારને નિશાને લેતા કહ્યું કે લોકપાલનો કાયદો બન્યાને પાંચ વર્ષ વિતી ગયા. અને નરેન્દ્ર મોદી સરકાર પાંચ વર્ષ સુધી બહાનાબાજી કરતી રહી.  અણ્ણાએ સ્પષ્ટ કર્યુ કે તેમનું  ઉપવાસ આંદોલન કોઇ વ્યક્તિ, પક્ષ કે પાર્ટીની વિરૂદ્ધમાં નથી.

સમાજ અને દેશની ભલાઇ માટે તેઓ વારંવાર આંદોલન કરતા રહ્યા છે. આ આંદોલન તે પ્રકારનું જ છે. અગાઉ 2011-12માં અણ્ણા હજારેના નેતૃત્વમાં દિલ્હીના રામલીલા મેદાનમાં તત્કાલીન યુપીએ સરકારની વિરૂદ્ધ મોટું આંદોલન થયું હતુ. જે બાદ રાજનીતિમાં આમ આદમી પાર્ટીનો જન્મ થયો. જો કે હાલના આંદોલનમાં જૂના કોઇ ચહેરા નહીં હોય. તેમજ દિલ્હીના સ્થાને આ આંદોલન રાલેગણ સિદ્ધિમાં છે.

Related posts

ઓગષ્ટમાં Reliance Jio એ જોડ્યાં 84 લાખ નવા યૂઝર, વોડાફોન-એરટેલે ખોયા લાખો યૂઝર્સ

Kaushik Bavishi

જૂની વાતનું મનદુખ રાખી સરપંચના પતિ અને પુત્ર પર જીવલેણ હુમલો

Nilesh Jethva

જો RCEP લાગુ પડશે તો ભારતમાં ડેરી ઉધોગ ૨૦ વર્ષ પાછળ ધકેલાશે, પશુપાલકો થશે બરબાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!