GSTV

રાજકીય પાર્ટી પ્રત્યે ઉભરાયો એટલો પ્રેમ કે દીકરો જ હવે પાર્ટીના નામે ઓળખાશે, નામ જ રાખી દીધું

રાજકીય પાર્ટી સાથે એટલો લગાવ થયો કે તેને પોતાનાં દિકરાનું નામ પાર્ટીનાં નામ પર રાખ્યું છે. આ અનોખો મામલો રાજસ્થાનનાં ઉદયપુરનો છે. જ્યાં એક કોંગ્રેસનાં કાર્યકર્તા વિનોદ જૈનને પોતાનાં દિકરાનું નામ જ કોંગ્રેસ જૈન રાખી દીધું છે. જે પોતાનામાં જ એક અનોખી મિશાલ છે.

મળતી માહીતી અનુસાર ઉદયપુરનાં કોંગ્રેસ કાર્યકર્તા વિનોદ જૈનને પુત્ર અવતર્યો હતો. અને જ્યારે તેમણે પોતાનાં દિકરાનું નામ રાખવા ઈચ્છયું તો સૌથી પહેલા પાર્ટીનું નામ ધ્યાનમાં આવ્યું હતું. તેમણે તત્કાલ પોતાના દિકરાનું નામ કોંગ્રેસ રાખ્યું હતું. જ્યારે બાળકનું જન્મનું પ્રમાણ-પત્ર બનાવવામાં આવ્યું ત્યારે તેમાં પણ અધિકારીક રીતે નામ કોંગ્રેસ જૈન રાખવામાં આવ્યું છે.

ઉદયપુર જિલ્લાનાં અમ્બેરી તહસીલનાં રહેવાસી વિનોદ જૈન કોંગ્રેસનાં કાર્યકર્તા છે. વિનોદ જૈનનાં દિકરાનો જન્મ 18 જુલાઈ 2019નાં રોજ થયો હતો.

જિલ્લાનાં જ મેડિકલ કોલેજમાં દિકરાનો જન્મ થયો હતો. અને ત્યાં કોંગ્રેસ નામ આપવમાં આવ્યું હતું, જન્મ ભલે જુલાઈમાં થયો છે પરંતુ જન્મ નોંધણી 21 જાન્યુઆરી 2020નાં રોજ કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

આંતરરાજ્ય ઘરફોડ અને વાહનચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી, 7 શખ્સોની પૂછપરછ દરમ્યાન થયા ચોંકાવનારા ખુુલાસા

pratik shah

પી.કે. ની ખોટ પૂરવા નીતિશે છ મહારથીને ઉતાર્યા, આ વ્યૂહકારો ઘડી રહ્યાં છે ચૂંટણીના જ્ઞાતિ સમીકરણો

Karan
Do NOT follow this link or you will be banned from the site!