India Coronavirus Vaccination Update: અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19 વિરોધી રસીના 161.05 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે આ માહિતી આપી. શુક્રવારે સાંજે 7 વાગ્યા સુધી રસીના 58,37,209 ડોઝ આપવામાં આવ્યા હતા. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચિહ્નિત લાભાર્થીઓને અત્યાર સુધીમાં 74,27,700 પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે.

ગયા વર્ષે 16 જાન્યુઆરીના રોજ, દેશમાં આરોગ્ય કર્મચારીઓને રસીની રજૂઆત સાથે રસીકરણની શરૂઆત થઈ હતી. આ પછી, 2 ફેબ્રુઆરી, 2021 થી ફ્રન્ટલાઈન કર્મચારીઓનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. પછીના તબક્કામાં અન્ય જૂથોમાં રસી આપવામાં આવી હતી. આ વર્ષે 3 જાન્યુઆરીએ 15-18 વર્ષની વયજૂથના કિશોરોને રસી આપવાનું અભિયાન શરૂ થયું હતું.

આ સાથે કેન્દ્ર સરકારે કહ્યું કે સંક્રમિત લોકોના રસીકરણમાં ત્રણ મહિનાનો વિલંબ થશે. તેમાં પ્રિકોશનનો ડોઝ પણ સામેલ છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવેલા પત્રમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ વિકાસ શીલે જણાવ્યું હતું કે, “કૃપા કરીને નોંધ કરો – કોવિડ -19 સંક્રમણની પુષ્ટિ થઇ છે તેમને હવે સ્વસ્થ થયાના ત્રણ મહિના પછી ડોઝ આપવામાં આપવામાં આવશે. તેમાં ‘પ્રિકોશન’ ડોઝનો પણ સમાવેશ થાય છે.
Read Also
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં