એક કપલ 6 દિવસ માટે હનીમૂન માટે માલદીવના લગ્ઝરી રિઝોર્ટમાં ગયુ હતું પરંતુ Corona વારસના કારણે દુનિયાભરમાં લોકડાઉન અને ફ્લાઇટ સર્વિસ કેન્સલ થવાના કારણે ગત 15 દિવસથી લગ્ઝરી રિસોર્ટમાં જ રહે છે.

એક રિપોર્ટ અનુસાર, ઓલિવિયા અને રોલ ડે ફ્રેટસ સાઉથ આફ્રિકાના રહેવાસી છે. તે 22 માર્ચે હિંદ મહાસાગર વચ્ચે હનીમૂન એન્જોય કરવા માટે માલદીવ પહોંચ્યા.

કપલ 5 સ્ટાર રિઝોર્ટમાં હનીમૂન એન્જોય કરી રહ્યુ હતું આ દરમિયાન દુનિયાભરમાં Corona વાયયરસના કારણે લોકડાઉન અને અનેક પ્રકારના પ્રતિબંધનું એલાન કરી દેવામાં આવ્યું.

જ્યારે ઘણાં દેશોમાં ફ્લાઇટ સુવિધા રદ કરવાનું એલાન કરવામાં આવી રહ્યું હતું તો લગ્ઝરી રિઝોર્ટમાં રહેલા અન્ય યાત્રી ગમે તેમ કરીને ત્યાંથી નીકળવામાં સફળ રહ્યાં. પરંતુ માલદીવથી સાઉથ આફ્રિકાની ડાયરેક્ટ ફ્લાઇટ ન મળવાના કારણે કપલ રિસોર્ટમાં જ રોકાઇ ગયું.

સાથે જ જય્રે કપલે શ્રીલંકામાં રહેલી સાઉથ આફ્રિકન એમ્બેસી અને માલદીવના સાઉથ આફ્રિકન કોન્સુલેટનો સંપર્ક સાધ્યો તો તેમને જણાવવામાં આવ્યું કે માલદીવમાં અલગ-અલગ સ્થળે સાઉથ આફ્રિકાના 40 લોકો ફસાયેલા છે. દેશ પરત ફરવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટ ભાડે લેવાનો તેની પાસે વિકલ્પ છે જેનું ભાડુ આશરે 79 લાખ સુધી હશે અને તમામ યાત્રી સાથે મળીને રૂપિયા આપી શકે છે.
Read Also
- અમદાવાદ અને ગેટવિક વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ઉદ્ઘાટન
- રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા
- IPL 2023 / રોહિત શર્માની જગ્યાએ અમુક મેચોમાં સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન, આ છે મોટું કારણ
- નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા
- ભાવનગર / લોન આપવાના નામે અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા