GSTV
Home » News » ઠુંઠવાઈ જઈએ એવી ઠંડીમાં ફરજ બજાવતા આરમીનાં 7 જવાનો શહિદ, હિમવર્ષાનાં કારણે કુલ 11નાં મોત

ઠુંઠવાઈ જઈએ એવી ઠંડીમાં ફરજ બજાવતા આરમીનાં 7 જવાનો શહિદ, હિમવર્ષાનાં કારણે કુલ 11નાં મોત

કાશ્મીરના કુલગામ જિલ્લામાં જવાહરટનલ નજીક થયેલા હિમસ્ખલનમાં પોલીસ પોસ્ટ દટાઈ ગઈ. પોસ્ટમાં ફરજમાં તૈનાત સાત પોલીસ જવાનનાં મૃત્યુ થયા હતા. અનંતનાગમાં ભારે હિમવર્ષામાં પણ બેના મોત થયા હતા. જમ્મુ શ્રીનગર હાઈવે પર ભૂસ્ખલનમાં પણ બેના મોત થયા હતા. આમ કાશ્મીરમાં બરફવર્ષામાં કુલ ૧૧ના મોત થયા હતા. હિમાચલ પ્રદેશમાં પણ ભારે બરફવર્ષા હતી. પંજાબ અને હરિયાણા તેમજ રાજસ્થાનમાં વરસાદને પગલે ઠંડીમાં વધારો થયો હતો.

કાશ્મીરમાં અવિરત બરફવર્ષાથી જનજીવન ઠપ થયું હતું. કુલગામ જિલ્લામાં જવાહરટનલ નજીક પોલીસ પોસ્ટ પર થયેલા હિમસ્ખલનમાં સ્ટેશનમાં ફરજ પર રહેલા ૧૦ જવાન દબાઈ ગયા હતા. જે પૈકી સાતના મૃતદેહ મળ્યા હતા. બે જવાનનો બચાવ થયો હતો. જ્યારે એક હજી લાપતા હતો.

બીજી એક ઘટનામાં અનંતનાગ જિલ્લામાં એક મકાન પર હિમસ્ખલન થતાં દંપતિનું મોત થયું હતું. બે બાળકનો બચાવ થયો હતો. જમ્મુ શ્રીનગર હાઈવે પર રામવાલ નજીક ભૂસ્ખલન થતાં બે ના મોત થયા હતા. આ બંને આ વિસ્તારમાંથી પગપાળા જઈ રહ્યા હતા.

હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષા અને વરસાદથી સંખ્યાબંધ રોડ બંધ થયા હતા. શિમલા, લાહોલ અને સ્પિતિ સહિત ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ઉંચાઈવાળા વિસ્તારોમાં ભારે બરફ વર્ષા થઈ હતી. શિમલામાં ૩૬ સેન્ટીમીટર અને મનાલીમાં ૩૫ સેન્ટીમીટર બરફવર્ષા થઈ હતી. તળેટીના મેદાનોમાં ભારે વરસાદ થયો હતો. ધરમસાલામાં ૯૮.૨ મી.મી. કાંગડીમાં ૬૭ મી.મી., ભાભાનગર, કિન્નોર અને ઉનામાં ૫૬.૨ મી.મી. વરસાદ થયો હતો.

લાહોલ અને સ્પિતિમાં હિમસ્ખલન થયા હતા. શિમલામાં માઈનસ ૨.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હિમાચલમાં ભારે બરફવર્ષાને પગલે રેકીંગ પીઓ તરફ જતી બે બસ ફસાઈ ગઈ હતી. તારાપુર પોલીસની બચાવ ટુકડીએ તેનો બચાવ કર્યો હતો અને સરકારી વાહનોમાં સલામત સ્થળે ખસેડયા હતા.

રાજસ્થાનમાં કરા સાથે વરસાદને પગલે તીવ્ર ઠંડીનું મોજું ફેલાયું હતું. પાલી, અજમેર, બિકાનેર સહિતના વિસ્તારો ઠંડાગાર બન્યા હતા. રાજસ્થાનના ભરતપુરમાં નવ મી.મી., કુબેરમાં ૧૩ મી.મી. અને શ્રીગંગાનગરમાં ૧.૯ મી.મી. વરસાદ થયો હતો. માઉન્ટ આબુમાં ૧.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

જ્યારે મોટા ભાગના વિસ્તારોનું તાપમાન ત્રણથી સાત ડિગ્રી વચ્ચે રહ્યું હતું અને મહત્તમ તાપમાન ૧૩થી ૨૫.૫ ડિગ્રી વચ્ચે નોંધાયા હતા. પંજાબ અને હરિયાણામાં પણ ભારે વરસાદને પગલે તીવ્ર ઠંડી પડી હતી. હિસારમાં ૪.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પંજાબના આદમપુરમાં પાંચ ડિગ્રી અને અમૃતસરમાં ૬.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

નોઇડામાં તોફાની પવનમાં ૨૪ મકાન તૂટી પડયા : ૨૦ ઘાયલ

નોઇડામાં એકાએક તોફાની પવન ફૂંકાતા ઇકોટેક સેક્ટર-૩માં આવેલા ૨૪ મકાનો તૂટી પડ્તા ૨૦ જણા ઘાયલ થયા હતા અલીબારદીપુર ગામે થયેલી આ ઘટનામાં કેટલાક પશુઓ પણ ઘાયલ થયા હતા. એકાએક બનેલી આ ઘટનાને પગલે બચાવ ટુકડી તૈનાત કરાઈ હતી. ઘાયલોને વિવિધ હોસ્પિટલોમાં ખસેડાયા હતા જેમાંથી ચારની સ્થિતિ ગંભીર હતી.

જીએટીઇ પરીક્ષાના ૧૮૦ પરીક્ષાર્થીઓને જમ્મુમાં એરલિફ્ટ કરાયા

જમ્મુ ખાતે યોજાનારી એન્જિનિયરિંગની જીએટીઇ પરીક્ષા આપવા જતા ૧૮૦ વિદ્યાર્થીઓને વાયુદળના વિમાન દ્વારા જમ્મુ પહોંચાડાયા હતા. ભારે બરફવર્ષાને પગલે જમ્મુ તરફ જતા તમામ રસ્તા બંધ થઈ ગયા હતા. વિદ્યાર્થીઓને સમયસર જમ્મુ પહોંચાડાયા હતા. વાયુદળના વિમાન મોકલ્યા હતા અને ૧૮૦ વિદ્યાર્થીઓને વિમાન દ્વારા પરીક્ષા સ્થળે પહોંચાડાયા હતા.

READ ALSO

Related posts

3…2…1 ચંદ્રયાને પ્રક્ષેપણ પહેલા શ્વાસ અદ્ધર કરી દીધા, આવી રીતે ઐતિહાસિક ક્ષણનું ભારત સાક્ષી બન્યું

Mayur

અદભૂત-ઐતિહાસિક-અવિસ્મરણીય, ચંદ્રની ધરતી પર ભારતનું ‘વિરાટ’ પગલું

Mayur

જાણો ‘બાહુબલી’ ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર ક્યારે ઉતરશે અને શું કામ કરશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!