GSTV
Home » News » ઐશ્વર્યા સામે બદલો લેવા સલમાને આ એક્ટ્રેસને કરી હતી લૉન્ચ, 14 વર્ષ બાદ કરી રહી છે કમબેક

ઐશ્વર્યા સામે બદલો લેવા સલમાને આ એક્ટ્રેસને કરી હતી લૉન્ચ, 14 વર્ષ બાદ કરી રહી છે કમબેક

વર્ષ 2005માં ફિલ્મ લકી નો ટાઇમ ફૉર લવથી સ્નેહા ઉલ્લાલે સલમાન ખાન સાથે એક્ટિંગ ડેબ્યૂ કર્યુ હતું. તેની ફિલ્મ કંઇ ખાસ ઉકાળી શકી ન હતી પરંતુ તેના ચહેરાના કારણે તેની તુલના ઐશ્વર્યા રાય બચ્ચન સાથે થવા લાગી હતી. ચર્ચામાં રહ્યાં છતાં સ્નેહા લગભગ ગાયબ જ થઇ ગઇ હતી. હવે જાણવા મળી રહ્યું છે કે  સ્નેહા 14 વર્ષ બાદ ફરીથી મોટા પડદે પરત ફરી રહી છે.

આ અંગે અભિનેત્રીએ જણાવ્યું કે, આ વાતથી હું ખુશ છું કે હું ફરીથી ફિલ્મો કરવા જઇ રહી છું. પરંતુ તે હકીકત છે કે મે આ સમય માટે ઘણી રાહ જોઇ છે. જ્યારે 2005માં શરૂઆત કરી હતી તેના કરતાં આજે બધુ ખૂબ જ અલગ છે. સ્નેહાને નેટફ્કિલક્સના એક પ્રોજેક્ટમાં કામ મળ્યું છે. જો કે તેણે આ અંગે કોઇ ખુલાસો કર્યો નથી.

સ્નેહા ઉલ્લાલ અનેક સ્નેહા ટોલીવુડ અને બોલીવુડ ફિલ્મોમાં જોવા મળી હતી. એશ્વર્યા જેવા લૂક્સના કારણે પણ તે ચર્ચામાં રહી છે. જો કે એશ્વર્યા સાથે તેના સમાન લૂક્સના કારણે તેના કરિયરને નકારાત્મક અસર પણ થઇ છે. તેલૂગૂ ફિલ્મો દ્વારા વધારે ફેમસ બની છે.

સ્નેહાનો જન્મ ઓમાનના મસ્કતમાં થયો હતો. તે તેલેગુ પિતા અને સિંધી માતાનું સંતાન છે.

સ્નેહાએ પોતાની કારકિર્દીની શરૂઆત 2005માં આવેલી ફિલ્મ ‘લકી-નો ટાઇમ ફોર લવ’ સાથે કરી હતી. જેમાં તેની સાથે સુપરસ્ટાર સલમાન ખાન પણ જોવા મળ્યાં હતાં.

આ ફિલ્મ દ્વારા તેને એટલી પ્રસિદ્ધી ન મળી. ત્યારબાદ તે સોહેલ ખાન સાથે આર્યન ફિલ્મમાં જોવા મળી હતી. જો કે આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન કરી શકી ન હતી.

બોલીવુડ માટે તે હજુ યંગ છે તેવા ભયથી તેણે બોલીવુડનો સાથે છોડીને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાટ પકડી હતી.

તેની તેલુગુ ફિલ્મ ઉલ્લાસમગા ઉત્સાહમગા સુપરહીટ રહી હતી અને નેનુ મિકુ તેલુસા નામની તેની બીજી ફિલ્મ પણ હીટ રહી હતી.

તાજેતરમાં સ્નેહાએ જણાવ્યું હતું કે તે એક લાંબી બિમારી સામે ઝઝૂમી રહી હતી પરંતુ હવે તે ફીટ છે. જો કે બોલીવુડમાં તેના કમબેકની ખબરો પણ આવી હતી.

સ્નેહા લાંબા સમય સુધી લોહી સાથે સંબંધિત ઓટોઇમ્યૂન ડિસઓર્ડર નામની બિમારી સામે ઝઝૂમી રહી હતી, આ જ કારણે તે ફિલ્મી પડદાથી લાંબા સમય સુધી દૂર રહી હતી.

એક અહેવાલ અનુસાર બિમારીને માત આપ્યા બાદ તેણે ‘ઇશ્ક વાલી બારિશ’નામના રોમેન્ટિક મિયુઝિક વીડિયોમાં કામ કર્યું હતું.

લાઇમલાઇટથી દૂર રહેતી સ્નેહા વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટરો સાથે પાર્ટી કરવાના કારણે ફરીથી ચર્ચામાં આવી હતી.

સલમાનના પરિવાર સાથે સ્નેહાના ગાઢ સંબંઘો છે, તેથી તે સલમાનના ફેમિલીમેન્બર્સ સાથે જોવા મળતી હોય છે.

Read Also

Related posts

LoC ટ્રેડ રૂટ: સરહદ પાર વેપાર કરવામાં સફળ 10 આતંકીઓ પાક. જવામાં સફળ,ISIની સક્રિય ભૂમિકા

Riyaz Parmar

શાઓમીએ ભારતમાં લોન્ચ કર્યો સ્માર્ટ LED બલ્બ, મોબાઈલથી કરી શકાશે કંટ્રોલ

Mayur

બંધ થવા જઈ રહી છે PNBની આ સર્વિસ, 30 એપ્રિલ સુધીમાં કરી લ્યો આ કામ

Path Shah