ઐશ્વર્યા સામે બદલો લેવા સલમાન ખાને લૉન્ચ કરી હતી આ એક્ટ્રેસ, એક જ ફિલ્મ બાદ થઇ ગઇ ગાયબ

2005માં આવેલી ‘લકી’ ફિલ્મમાં સલમાન ખાન સાથે ડેબ્યુ કરીને સિલ્વર સ્ક્રીન પરચમકેલી અભિનેત્રી સ્નેહા ઉલ્લાલનો જે જન્મદિવસ છે. આજે સ્નેહા 30 વર્ષની થઇ છે. સ્નેહા ટોલીવુડ અને બોલીવુડ ફિલ્મોમાં જોવા મળી છે. એશ્વર્યા જેવા લૂક્સના કારણે પણ તે ચર્ચામાં રહી છે. જો કે એશ્વર્યા સાથે તેના સમાન લૂક્સના કારણે તેના કરિયરને નકારાત્મક અસર પણ થઇ છે. તેલૂગૂ ફિલ્મો દ્વારા વધારે ફેમસ બની છે.

સ્નેહાનો જન્મ ઓમાનના મસ્કતમાં થયો હતો. તે તેલેગુ પિતા અને સિંધી માતાનું સંતાન છે.

સ્નેહાએ પોતાની કારકિર્દીની શરૂઆત 2005માં આવેલી ફિલ્મ ‘લકી-નો ટાઇમ ફોર લવ’ સાથે કરી હતી. જેમાં તેની સાથે સુપરસ્ટાર સલમાન ખાન પણ જોવા મળ્યાં હતાં.

આ ફિલ્મ દ્વારા તેને એટલી પ્રસિદ્ધી ન મળી. ત્યારબાદ તે સોહેલ ખાન સાથે આર્યન ફિલ્મમાં જોવા મળી હતી. જો કે આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન કરી શકી ન હતી.

બોલીવુડ માટે તે હજુ યંગ છે તેવા ભયથી તેણે બોલીવુડનો સાથે છોડીને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાટ પકડી હતી.

તેની તેલુગુ ફિલ્મ ઉલ્લાસમગા ઉત્સાહમગા સુપરહીટ રહી હતી અને નેનુ મિકુ તેલુસા નામની તેની બીજી ફિલ્મ પણ હીટ રહી હતી.

તાજેતરમાં સ્નેહાએ જણાવ્યું હતું કે તે એક લાંબી બિમારી સામે ઝઝૂમી રહી હતી પરંતુ હવે તે ફીટ છે. જો કે બોલીવુડમાં તેના કમબેકની ખબરો પણ આવી હતી.

સ્નેહા લાંબા સમય સુધી લોહી સાથે સંબંધિત ઓટોઇમ્યૂન ડિસઓર્ડર નામની બિમારી સામે ઝઝૂમી રહી હતી, આ જ કારણે તે ફિલ્મી પડદાથી લાંબા સમય સુધી દૂર રહી હતી.

એક અહેવાલ અનુસાર બિમારીને માત આપ્યા બાદ તેણે ‘ઇશ્ક વાલી બારિશ’નામના રોમેન્ટિક મિયુઝિક વીડિયોમાં કામ કર્યું હતું.

લાઇમલાઇટથી દૂર રહેતી સ્નેહા વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટરો સાથે પાર્ટી કરવાના કારણે ફરીથી ચર્ચામાં આવી હતી.

સલમાનના પરિવાર સાથે સ્નેહાના ગાઢ સંબંઘો છે, તેથી તે સલમાનના ફેમિલીમેન્બર્સ સાથે જોવા મળતી હોય છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter