છીંક પણ આપે છે શુભ ફળ, જાણો ક્યારે આવેલી છીંકનું કેવું મળે છે ફળ

sneeze for good luck

આજના આધુનિક યુગમાં પણ એવા લોકો અનેક મળશે જે અંધવિશ્વાસમાં માને છે. આવા લોકો કોઈપણ કામ શુભ અશુભ સમયને જોઈને કરે છે. આવા લોકો છીંકને પણ અશુભ માને છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં છીંકને શુભ માનવામાં આવે છે. આજે છીંક સાથે જોડાયેલા અંધવિશ્વાસને દૂર કરી અને જાણો કે છીંક ક્યારે આવે તો શુભ ફળ મળે છે અને ક્યારે તે અશુભ ફળ આપે છે. 

1. કોઈ જરૂરી કામ માટે જતા હોય અને પાછળથી કોઈ છીંક ખાય તો જે કામ માટે નીકળશો તેમાં સફળતા મળે છે.

2. નવા કપડા પહેર્યા હોય અને છીંક આવે તો સુખનો સમય આવવાનો સંકેત સમજવો. તમારા જીવનમાં એવો સમય આવશે જેના માટે તમારે વધારે નવા કપડા ખરીદવા પડશે.

3. શુભ કામ શરૂ કર્યુ હોય અને છીંક આવે તો તો કામ પૂર્ણ કરવામાં બાધા આવી શકે છે પરંતુ એક પછી એક બે છીંક આવી જાય તો તેને શુભ ગણવામાં આવે છે. 

4. હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હોય અને છીંક આવે તો સમજી લેવું સ્વાસ્થ્યની તકલીફથી મુક્તિ મળી જશે. 

5. ભોજન કરતા પહેલા છીંક આવે તો તેને મનપસંદ ભોજન જમવા મળે છે. 

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter