GSTV
Gujarat Government Advertisement

પ્લાઝ્મા ડોનર માટે નહિ ભટકવું પડે! Snapdealએ લોન્ચ કરી ખાસ એપ, જાણો કેવી રીતે કરશે મદદ

પ્લાઝ્મા

Last Updated on May 11, 2021 by Damini Patel

કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ હાલમાં જેટલી જરૂરત ઓક્સિજનની પડી રહી છે તેટલી જ પ્લાઝ્મા ડોનરની જરૂરિયાત છે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયાના બધા પ્લેટફોર્મ્સ પર પ્લાઝ્મા ડોનરની જરૂરિયાત માટેની પોસ્ટ સામાન્ય બની ગઈ છે. આ સમસ્યાને પહોંચી વળવા ઓનલાઇન શોપિંગ વેબસાઇટ સ્નેપડીલે એક એપ શરૂ કરી છે જે પ્લાઝ્મા ડોનર્સ અને જરૂરિયાતમંદો વચ્ચેની કડી તરીકે કામ કરશે. જોકે સ્નેપડીલે આ એપ્લિકેશન શરૂ કરી હતી, જેને સંજીવની નામ આપવામાં આવ્યું છે, અગાઉ તે ફક્ત તેના કર્મચારીઓ પૂરતી મર્યાદિત હતી, જેને હવે સામાન્ય લોકો માટે પણ ખોલવામાં આવી છે. આ પછી, કોવિડ દર્દીઓ આ એપ્લિકેશનની મદદથી સરળતાથી પોતાના માટે પ્લાઝ્મા ડોનર શોધી શકશે.

આ રીતે કરશે ઉપયોગ

સ્નેપડીલે જણાવ્યું હતું કે તેમણે ઇઝી ટુ યુઝ સંજીવની નામનું પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. તેની પહોંચ દેશભરમાં ખૂબ છે. આ દ્વારા નાના શહેરો અને નગરોના લોકો પણ લાભ લઈ શકશે. આ ટૂલનો ઉપયોગ વેબસાઇટ અને મોબાઇલ બંને દ્વારા કરી શકાય છે. આ પ્લેટફોર્મ પર પેસેન્ટ અને ડોનર તેમના મોબાઇલ નંબર / ઇમેઇલ આઈડી દ્વારા નોંધણી કરી શકશે. તેઓએ તેમનું લોહીનું જૂથ, સ્થાન, તેમના કોરોના ટેસ્ટ રિપોર્ટના પરિણામો અને જ્યારે ટેસ્ટ ક્યારે થયો તે ભરવાનું રહેશે. નોંધણી પછી, સ્નેપડીલનું સર્ચ એન્જિન યોગ્ય મેચની શોધ કરશે અને દર્દી અને સંભવિત પ્લાઝ્મા દાતા વચ્ચે જોડાણ સ્થાપિત કરશે.

ઘણીં કંપનીઓ કરી રહી છે કામ

કોરોના

જણાવી દઈએ ફેસબુક, ગૂગલ અને હેલ્થિફાઇમ જેવી સ્ટાર્ટઅપ્સ અને કંપનીઓએ કોવિડ -19 રસીકરણમાં મદદ માટે છેલ્લા કેટલાક અઠવાડિયા દરમિયાન ઘણા ટુલ્સ લોંચ કર્યા છે. દેશમાં ટેક સેવી લોકોની વધતી સંખ્યા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના વધતા ઘસારાને ધ્યાનમાં ડારખીને દેશમાં ઘણી કંપનીઓ અને ડેવલપર્સ કોરોનાનો સામનો કરવા માટે સંસાધન જેવી હોસ્પિટલ, બેડ, ઓક્સિજન સિલિન્ડર વગેરેના રૂપમાં ઉપલબ્ધ કરાવવા માટે ટુલ્સ લોન્ચ કરી રહી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!