GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કોબ્રા સાપના 100 બચ્ચા નિકળ્યા અને લોકોએ પૂજા શરૂ કરી : સાપ કરડવાથી ભારતમાં થતા 50 હજાર લોકોનાં મોત

મધ્યપ્રદેશના બેતુલમાં, બિલમાંથી 100 થી વધુ કોબ્રા સાપના બચ્ચાને જોઈને બધાને આશ્ચર્ય થયું. ગામ લોકોએ ચમત્કાર રૂપે તેની પૂજા શરૂ કરી. સાપને ભગવાન ભોલેનાથનું એક રત્ન માનવામાં આવે છે. સાવન મહિનામાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. વળી વસંત ઋતુમાં સાપ જોવાનું શુભ માનવામાં આવે છે. આ બધી બાબતો સાથે કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. માત્ર માન્યતાઓ છે. બેતુલ જિલ્લાના ભીમપુરની ચુનલોહમા ગ્રામ પંચાયતનાં ભરૂધન ગામમાં આજદિન સુધી કોઇએ સાપે આટલી મોટી સંખ્યામાં એક સાથે જોયા ન હતો. ગામના ખેડૂત ચિંધુ પાટણકરના ઘર પાસેના વરંડામાંથી નીકળેલા આ સાપને વાસણમાં રાખ્યા હતા. આ પછી, ગ્રામજનોએ પૂજા-અર્ચના શરૂ કરી હતી.

વન વિભાગના અધિકારીઓ ભરૂધન ગામ પહોંચીને સાપને જંગલમાં છોડી દીધા. રેન્જર વિજય કરણ વર્મા કહે છે કે આ મામલાની તપાસ કરવામાં આવશે. જો વન્યપ્રાણી સતામણીનો મામલો સામે આવે તો ગુનેગારો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ભક્તિ કરવાનું કાયદો ના પાડે છે. સાપના ડંખના કારણે ભારતમાં વર્ષે 50 હજાર અને ગુજરાતમાં 3 હજાર લોકો મોતને ભેટે છે. દેશમાં 30 લાખ લોકોને સાપ ડંખે છે અને ગુજરાતમાં 2.50 લાખ લોકોને ડંખે છે.

શ્રાવણ મહિનામાં લોકો સાપને મારવાને બદલે તેને દૂધ પીવડાવે છે અને ડાંગરનો લાવો ખવડાવે છે. ગામલોકોનું માનવું છે કે સાપને દૂધ અને ભાત ખવડાવવાથી વંશમાં વધારો થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આવું ક્યાંય સિદ્ધ થયું નથી. વરસાદમાં દરમાં પાણી ભરાઈ જાય છે અને સાપ સલામત સ્થળોની શોધમાં લોકોના ઘરોમાં પ્રવેશવાનું શરૂ કરે છે. જેના કારણે આ મહિનાઓમાં સાપ કરડવાનું જોખમ રહેલું છે. એ જાણીને કે કોબ્રાના બચ્ચા પણ જોખમી છે.

ભારતમાં 270 પ્રજાતિના સાપમાંથી 60 જાતિના ઝેરી સાપ 30 લાખ લોકોને સાપ કરડે છે

2015માં વિશ્વમાં સાપ કરડવાને કારણે લગભગ બે લાખ લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં.દુનિયામાં દર પાંચ મિનિટે કોઈ એક વ્યકિત સાપ કરડવાથી મૃત્યુ પામે છે અને 4 વ્યકિતઓને સાપના ઝેરને કારણે કાયમી ખોડ રહી જાય છે. સાપની 3000 જેટલી જાત છે, તેમાંથી માત્ર 200 પ્રકારના સાપ જીવલેણ ઝેર ધરાવે છે. દુનિયામાં સર્પદંશથી મૃત્યુ પામનારા લોકોનો આંકડો આશરે એક લાખ જેટલો છે અને એમાંથી અડધોઅડધ એટલે કે આશરે 46થી 50 હજાર લોકોના મૃત્યુ ભારતમાં થાય છે. દેશમાં 60 જાતના ઝેરી સાપ જોવા મળે છે, દેશમાં સર્પદંશના આશરે 28થી 30 લાખ બનાવ બને છે. ભારતમાં 270 પ્રજાતિના સાપ જોવા મળે છે, પણ એમાં 60 જાતિના સાપ ઝેરી છે. છતાં લોકો સાપને પુજે છે.

Related posts

કેરળના ઇડુક્કીમાં થયેલ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 42, સતત રાહત કામગીરી ચાલું

Ankita Trada

દુનિયાનો એક એવો દેશ જ્યાં 100 દિવસમાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો!

Ankita Trada

હવે અવાજથી કોરોનાની તપાસ કરશે BMC, 1 હજાર દર્દીઓ ઉપર કરાશે ટ્રાયલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!