દાહોદના છાબ તળાવ પાસે નર સાપ, માદા સાપ સાથે સાપના બચ્ચાના મૃતદેહ મળ્યા છે. મૃતદેહ પાસેથી સાપના છ ઈંડા પણ મળ્યા છે. સાપના મૃતદેહ અહીં કોણ નાખી ગયું તે હજુ રહસ્ય છે. આ મામલે લોકોમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. સાપની વિધિ કરીને મારીને નાખી દીધાની લોકોમાં ચર્ચા છે. આસપાસના લોકોએ સાપના પરિવારની અંતિમવિધિ કરી છે.