GSTV

VIDEO/ નાગરાજની કમરના લટકા ઝટકા તમે પણ નહીં જોયા હોય, અરીસાની સામે સાપે કર્યો રોકસ્ટાર જેવો ડાન્સઃ વીડિયો જોઈને ડોલી જશો

Last Updated on July 31, 2021 by Harshad Patel

જો તમે સોશિયલ મીડિયા પર સક્રિય છો, તો તમારી પાસે રોજ નવા નવા રમુજી વિડિઓ આવતા હતા. આવા વીડિયો જોવાનો આનંદ કંઈક અલગ હોય છે. તો ક્યારેક હેરત પમાડિ તેવા વીડિયો પણ આવતા હોય છે. તાજેતરના સમયમાં સાપનો વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જે જોઈને તમારો દિવસ આનંદમાં પસાર થઈ જશે.

આપણે બધા જાણીએ છીએ કે સાપ કેટલો ખતરનાક છે, આ જ કારણ છે કે પ્રાણીઓ અને મનુષ્યો પણ તેનાથી ડરે છે કારણ કે ડંખ મારતા જ વ્યક્તિ મૃત્યુ પામે છે. પરંતુ તે છતાં કેટલાક લોકો સાપ સાથે રમતા રહે છે. તાજેતરમાં સાપનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં સાપ નાચતો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે અરીસાની સામે સાપ નાચતો જોવા મળે છે. વીડિયો જોઈને સ્પષ્ટ છે કે સાપ તેના ડાન્સિંગ સેશનનો ભરપૂર આનંદ માણી રહ્યો છે. તે એક ક્ષણ માટે પણ પોતાની આંખો અરીસાથી દૂર કરતો નથી અને સંપૂર્ણ રીતે તેની કમર અનોખા અંદાજમાં મટકાવે છે.

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. જેના કારણે ઘણા યુઝર્સે વિડીયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી હતી. એક યુઝરે કહ્યું કે આ દૃશ્ય મારા માટે ખરેખર મહાન છે. બીજી બાજુ, અન્ય એક યુઝરે લખ્યું કે સાપ પણ ડાન્સનો આનંદ માણી શકે છે, મેં આ પહેલી વાર જોયું છે, અદ્ભુત!. આ સિવાય, અન્ય ઘણા યુઝર્સે આ વિડીયોની જુદી જુદી રીતે પ્રશંસા કરી.

તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે આ વીડિયોને અત્યાર સુધી 21 હજારથી વધુ લોકોએ આ રોકિંગ સ્ટાર સાપનો અંદાજો જોઈ ચૂક્યા છે. લોકોની કમેન્ટ જોઈને સમજી શકાય છે કે સાપનો આવો રોકસ્ટાર અંદાજ પહેલી વખત જોવા મળ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

મોંઘવારીનો માર/ 14 વર્ષ બાદ માચિસની ડબ્બીનો ભાવ વધશે, 1 રૂપિયે મળતી ડબ્બીના હવે 2 રૂપિયા લેશે, બંડલનો ભાવ પણ વધશે

Pravin Makwana

Health/ ભેળસેળ વાળી ચા પીવાથી ખરાબ થઇ શકે છે તમારું સ્વાસ્થ્ય, આ રીતે કરો ઓળખ

Damini Patel

ત્રિપાંખિયો જંગ/ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણીનો પૂરજોશમાં પ્રચાર, શિવસેનાએ જાહેર કર્યો ઢંઢેરો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!