GSTV

વિચિત્ર / સુતેલી પત્ની પર છોડયો કોબ્રા, કેરળ કોર્ટે ફટકારી પતિને એવી સજા કે અન્ય લોકો માટે બનશે સબક

Last Updated on October 13, 2021 by Zainul Ansari

કેરળની એક સેશન્સ કોર્ટ દ્વારા કોબ્રા સાપનો ઉપયોગ કરીને પત્નીની હત્યા કરવાનું ષડયંત્ર રચનાર પતિને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે તેને દુર્લભ કેસોમાંની એક દુર્લભ ગણાવી હતી અને પતિ પી સુરજની ઉંમરને ધ્યાનમાં રાખીને ફાંસીની સજા માફ કરી હતી પરંતુ, તેને આજીવન કેદની સજા ફટકારવામા આવી હતી એટલે કે સુરજે તેનું બાકીનું જીવન જેલમાં જ વિતાવવું પડશે.

સુપ્રીમ

કોર્ટે 11 ઓક્ટોબરના રોજ સૂરજ એસ કુમારને કોબ્રાના ઝેરથી પત્નીની હત્યાનો પ્રયાસ કરવા બદલ અને પુરાવાનો નાશ કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. સજા સંભળાવતા એડિશનલ સેશન્સ જજ મનોજ એમ એ જણાવ્યું હતું કે, આ કેસ દુર્લભ કેસમાંનો એક કેસ છે પરંતુ, દોષિતની ઉંમરને ધ્યાનમાં રાખીને તેને ફાંસીની સજાને બદલે આજીવન કેદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્ટમાં હાજર એક વકીલે આ અંગેની માહિતી શેર કરી.

કયા કિસ્સામાં કેટલી સજા ?

વકીલે જણાવ્યું હતું કે, કોર્ટે કુમારને હત્યાના પ્રયાસના ગુનામાં આજીવન કેદ, ઝેર આપવા માટે 10 વર્ષ અને પુરાવાનો નાશ કરવા માટે સાત વર્ષની સજા ફટકારી હતી. વકીલે જણાવ્યું કે, કોર્ટે દોષિતોને કુલ 5.85 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. સૂરજે ગયા વર્ષે મે મહિનામાં તેની પત્ની ઉથરા જ્યારે ઊંઘતી હતી ત્યારે કોબ્રાથી ડંખ મારીને હત્યા કરી હતી.

પ્રતીકાત્મક તસ્વીર

શું છે આખો મામલો?

અગાઉ ચુકાદો અનામત રાખતા કોર્ટે કહ્યું હતું કે દોષિત આ અપરાધ માટે સહાનુભૂતિને લાયક નથી. ફરિયાદીએ આ દોષિતને ફાંસીની સજાની માંગ કરી હતી. આઇપીસીની-કલમ 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ), 328 અને 201 હેઠળ સૂરજ દોષિત સાબિત થયો હતો. ફરિયાદીએ દલીલ કરી હતી કે, તેણે 7 મે, 2020 ના રોજ તેણીને નશીલા પદાર્થો આપીને તેના પર કોબ્રા છોડીને તેની હત્યા કરી હતી. 25 વર્ષીય ઉથરા નામની મહિલા પહેલેથી જ સાપના કરડવા માટે સારવાર હેઠળ હતી, ત્યારબાદ તેના પતિએ તેના પર બીજો કોબ્રા છોડી દીધો. ફરિયાદી વતી, એવું કહેવામાં આવ્યું હતું કે તે પહેલા સાપના ડંખથી તે બચી ગઈ હતી, જોકે કોબ્રાના ડંખને કારણે તેણી બીજી વખત મૃત્યુ પામી હતી.

Read Also

Related posts

G20 સંમેલનમાં ભાગ લેશે પીએમ મોદી, 27થી 31 ઓક્ટોબર દરમ્યાન જશે ઈટાલીના પ્રવાસે

Pritesh Mehta

પ્રિયંકા ગાંધીના કેન્દ્રને વેધક અને આકરા સવાલ, દેશના 97 ટકા પરિવારોની આવક મોદી સરકારના શાસનમાં ઘટી

pratik shah

દોસ્ત રશિયાનું આ નિવેદન ભારતને કરી શકે છે નારાજ!

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!