GSTV
Home » News » ઝેરી સર્પે વૃદ્ધને માર્યો ડંખ તો ગુસ્સામાં તે વૃદ્ધે સર્પને ચાવી નાખ્યો પછી થયું એવું કે…

ઝેરી સર્પે વૃદ્ધને માર્યો ડંખ તો ગુસ્સામાં તે વૃદ્ધે સર્પને ચાવી નાખ્યો પછી થયું એવું કે…

ગુજરાતના મહેસાગરમાં એક ઝેરી સર્પે 60 વર્ષના વૃદ્ધને ડંખ માર્યો હતો. ત્યારબાદ ગુસ્સામાં વૃદ્ધે સાપને પકડ્યો અને દાંત સાથે કાપી નાખ્યો. ઝેરના ફેલાવાને કારણે સર્પ પહેલા માર્યો ગયો અને તે પછી વૃદ્ધની પણ મોત થઈ ગઈ હતી.વાસ્તવમાં, ગુજરાતના વડોદરાથી લગભગ 120 કિ.મી. દૂર સંતરામપુરનાં એક ગામમાં પર્વત ગાલા નામના વૃદ્ધ ખેતર માંથી મકાઈનાં પાકને ટ્રક પર લાદી રહ્યા હતા. આ સમય દરમિયાન એક ઝેરી સાપે તેના હાથ અને મોંને પર ડંખ મારીને જેવો સાંપ ત્યાંથી ભાગ્યો ત્યારે પીડિત ખેડૂત દોડીને તેને પકડી લીધો અને ગુસ્સામાં તેને દાંતથી કાપી નાખ્યો, જેના કારણે સાપની મોત થઈ ગઈ. જો કે સાપ ઝેરને લીધે વૃદ્ધ ખેડૂતની પણ મોત થઈ ગઈ હતી.

એક ગ્રામજને આ બનાવ વિશે કહ્યું, “જે સાપે પર્વત ગાલાને ડંખ માર્યો તેણે તેને ઝડપીને મોઢાથી કાપી નાખ્યો હતો. આનાથી સાપનું મૃત્યુ થયું. આ પછી વૃદ્ધ ખેડૂતને અન્ય લોકોની મદદથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેની પણ મોત થઈ ગઈ હતી.’

આ જ મુદ્દા પર, વિસ્તારના સરપંચ બારીયાએ કહ્યું, “વૃદ્ધને સર્પના ડંખથી બચાવવા માટે લુનાવાડાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. પાછળથી, મોટી હોસ્પિટલમાં ભરતી કરાવાના દરમિયાન તેની મોત થઈ ગઈ હતી. એક પોલીસ અધિકારીએ આ બનાવ અંગે જણાવ્યું હતું કે અજનવા પોલીસે સર્પડંખની ઘટનાને લઈને કેસ દાખલ કર્યો છે અને આ કેસ તપાસ હેઠળ છે.

READ ALSO

Related posts

જેટલીને યાદ કરીને ગળગળા થયા અમિત શાહ: કહ્યું- મુશ્કેલ સમયમાં હંમેશા મારો સાથ આપ્યો

Riyaz Parmar

અમદાવાદ: ગણેશ મહોત્સવમાં સાબરમતિને સ્વચ્છ રાખવા મનપા કરશે સ્પર્ધાનું આયોજન, આવા છે નિયમો

Riyaz Parmar

જન્માષ્ટમી : દિકરા આઝાદે પિતા આમિર ખાનની પીઠ ઉપર ચઢીને ફોડી દહી હાંડી, વીડિયો થયો વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!