GSTV
Gujarat Government Advertisement

Viral Video: એકબીજાના જીવના દુશ્મન બન્યા સાપ અને નોળિયો, જુઓ આ ખતરનાક લડાઇનો પૈસા વસૂલ વીડિયો

સાપ

Last Updated on March 31, 2021 by Bansari

કેટલાંક જાનવરોની પરસ્પર દુશ્મની માનવીઓને પણ ચોંકાવી દે છે. સૌકોઇ જાણે છે કે સાપ અને નોળિયા એકબીજાના કટ્ટર દુશ્મન નથી. એકબીજાને આમને-સામને જોઇને તેઓ એકબીજાના લોહીના તરસ્યા બની જાય છે. બંને વચ્ચે જોરદાર લડાઇ થતી હોય છે અને બંનેમાંથી કોઇપણ સામેનાને બચવાનો મોકો નથી આપતું.

તે તો સૌકોઇ જાણે છે કે સાપ અને નોળિયા ક્યારેય એક જ જગ્યાએ નથી રહેતા પરંતુ ક્યારેક બંનેનો આમનો સામનો થઇ જ જાય છે. સોશિયલ સાઇટ ટ્વિટર પર સાપ અને નોળિયોની ખતરનાક લડાઇનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેને જોઇને કોઇના પણ રૂંવાડા ઉભા થઇ જાય.

સાપ

આમને સામને આવી ગયા સાપ અને નોળિયો

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં સાપ અને નોળિયાની જબરદસ્ત લડાઇ જોવા મળી રહી છે. 42 સેકેન્ડના આ વીડિયોમાં બંને પોતાનો ભરપૂર દમ દેખાડી રહ્યાં છે. ક્યારેક સાપ નોળિયાની તરફ ફંફાડા મારી રહ્યો છે તો ક્યારેક સાપ પર નોળિયો એટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

ખૂની જંગમાં ચલાવ્યા પેંતરા

નોળિયા અને સાપની આ જંગમાં બંને એકબીજા પર ભારે પડવાનો પૂરતો પ્રયાસ કરી રહ્યા છે. બંને એકબીજા પર હુમલો કરવામાં પીછેહઠ નથી કરવા માગતા. ત્યારે જ સાપ ઝડપથી ત્યાંથી નીકળી જવાનો પ્રયાસ કરે છે. નોળિયો પણ સ્પીડ સાથે તેનો પીછો કરે છે. ત્યારે સાપ બિલમાં ઘુસી જાય છે. નોળિયો પણ બિલમાં ઘુસવાના પૂરતા પ્રયાસ કરે છે પરંતુ સફળ નથી થઇ શકતો. જો સાપ સમયે બિલમાં ન ઘુસ્યો હોત તો બંનેમાંથી એકનો જીવ જવો નિશ્વિત હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો મો માં વારંવાર છાલા પડે છે, તો પછી આ સરળ ઘરેલું ઉપાય અજમાવો

Bansari

ડબલ માસ્ક કોરોના થી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, માસ્કથી ફક્ત ૪૦ ટકા સલામતી

Bansari

અમૂલ ડેરી કેસ: 12% જીએસટી લાગશે ફ્લેવર્ડ મિલ્ક ઉપર, ગુજરાત એએઆરનો ચુકાદો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!