GSTV
Baroda Crime ગુજરાત

વડોદરા / ગરબા જોવા ગયેલા પરિવારના બંધ ઘરમાં તસ્કરોએ કર્યો હાથફેરો, 9.30 લાખની કરી ચોરી 

વડોદરા શહેરના સયાજી ટાઉનશીપ રોડ ઉપર આવેલી હેમદીપ પ્રેસિડેન્સીમાં ગરબા જોવા ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી ત્રાટકેલા અજાણ્યા તસ્કરો રોકડા રૂ.70,000 સોના ચાંદીના દાગીના મળી કુલ9.30 લાખની મતા ચોરી ફરાર થઈ જવા પામ્યા છે. 

આ અંગેની વિગત એવી છે કે સયાજી ટાઉનશીપ રોડ ઉપર આવેલી હેમદીપ રેસિડેન્સીમાં રહેતા યોગેશભાઈ રાજનાથ સરોજ ફતેગંજ સેવનસીઝ મોલ પાસે  વડાપાઉંની દુકાન ધરાવે છે. ત્રણ ઓક્ટોબરના રોજ રાત્રે મકાનને લોક કરી તેઓ પરિવાર સાથે ફતેગંજ પેટ્રોલ પાસેના ગરબા જોવા માટે ગયા હતા. જ્યાંથી રાત્રિના બે વાગ્યાના સુમારે પરત ફરતા તેમના મકાનના મુખ્ય દરવાજાનું ઇન્ટરલોક તૂટેલું જણાય આવ્યું હતું. અને ઘરમાં સામાન વેરવિખેર સાથે તિજોરીનું લોક તૂટેલું હોય ચોરી થયાની જાણ થઈ હતી.

તપાસ કરતા અજાણ્યા તસ્કરો લાકડાના કબાટ તથા લોખંડની તિજોરીમાંથી રોકડા રૂ.70 હજાર  તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.9.30 લાખની મત્તા ચોરી નાસી છૂટ્યા હોવાનું બહાર આવ્યું હતું. ઉપરોક્ત ફરિયાદના આધારે બાપોદ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

આ પણ વાંચો

Related posts

મોટા સમાચાર / રાજ્યમાં બિન હથિયારધારી 242 PSIને PI તરીકે અપાઈ બઢતી, જુઓ કોને અપાયું પ્રમોશન

Hardik Hingu

બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી

Vushank Shukla

સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા

Hardik Hingu
GSTV