GSTV
Home » News » પુલવામા હુમલા બાદ કોંગ્રેસ પાકિસ્તાન સાથે ઉભેલી જણાઈ, પિત્રોડાના ઉલ્લેખમાં રાહુલ પર સ્મૃતિનું નિશાન

પુલવામા હુમલા બાદ કોંગ્રેસ પાકિસ્તાન સાથે ઉભેલી જણાઈ, પિત્રોડાના ઉલ્લેખમાં રાહુલ પર સ્મૃતિનું નિશાન

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ ઉત્તરપ્રદેશના ભદ્દોહીમાં ભાજપની સભાને સંબોધતા વિપક્ષ અને કોંગ્રેસને નિશાને લીધી. સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ ઉપર સેનાનું મનોબળ તોડવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે પુલવામા હુમલા બાદ કોંગ્રેસ પાકિસ્તાન સાથે ઉભેલી જણાઇ. સ્મૃતિએ સામ પિત્રોડાના નિવેદનનો ઉલ્લેખ કરીને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું.

પુલવામા હુમલા પર સામ પિત્રોડાએ કહ્યું હતું કે…

ઉલ્લેખનીય છે કે, સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે, કેટલાક લોકોની ભૂલના કારણે પાકિસ્તાન પર આરોપ લગાવવા અયોગ્ય છે. તેમણે બાલાકોટમાં વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવતા કહ્યું કે, પાકિસ્તાનમાં યુદ્ધ વિમાન મોકલવા અયોગ્ય છે. 26-11ના મુંબઈ હુમલાના આઠ જેટલા લોકોએ અંજામ આપ્યો હતો.

તેમણે કહ્યું કે, ભારતીય વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઈકમાં ખરેખર 300 આતંકવાદીઓના મોત થયા હતા? જો ખરેખર મોત થયા હોય તો મોદી સરકારે દેશની જનતાને તેના પુરાવાર આપવા જોઈએ. ત્યારે સામ પિત્રોડાના આ પ્રકારના નિવેદનના કારણે કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

Read Also

Related posts

હવે અંતરિક્ષમાં ભારતનો દબદબો વધશે, કેટલીય સમસ્યોઓનો સામનો કરીને ખજાના સુધી પહોંચશે યાન

Nilesh Jethva

Chandrayaan 2 VIDEO: જુઓ 33 સેકેન્ડનો એ રોમાંચ જ્યારે વધી ગઈ હતી દેશની ધડકનો

Kaushik Bavishi

ચંદ્રયાન-2નું અંતરિક્ષમાં સફળ પ્રક્ષેપણ, 48 દિવસ બાદ ચંદ્રમાના દક્ષિણ ધ્રુવમાં કરશે લેન્ડિંગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!